તેહરાન:ઈરાન અત્યારે ઈતિહાસની સૌથી ભયાનક આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં ચલણનું મૂલ્ય કાગળના ટુકડા સમાન બની ગયું છે. વધતા જતાયુદ્ધનાતણાવ અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો વચ્ચે, ઈરાની સરકારે ફુગાવાને ડામવા ૧૦ મિલિયન (૧ કરોડ) રિયાલની અત્યાર સુધીની સૌથી મોટી નોટ બજારમાં ઉતારી છે. આશ્ચર્યની વાત એ છે કે, આટલી મોટી રકમની નોટનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય માત્ર ૭ ડોલર એટલે કે અંદાજે ૬૫૦ ભારતીય રૂપિયા જેટલું જ છે. આ નવી ગુલાબી નોટ પર ઐતિહાસિક સ્થાપત્યોના ચિત્રો તો છે, પણ તેની પાછળ છુપાયેલી આર્થિક લાચારી ઈરાનના ગગડતા અર્થતંત્રની ચાડી ખાય છે. આ નવી નોટ જાહેર થતાની સાથે જ તેહરાન સહિતના મોટા શહેરોમાં બેંકો અને એટીએમ બહાર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. ઈરાની રિયાલનું મૂલ્ય છેલ્લા એક વર્ષમાં ૪૦% જેટલું ઘટી ગયું છે, જેના કારણે રોકડની તીવ્ર અછત સર્જાઈ છે. બેંકો પાસે પૂરતી રોકડ ન હોવાથી ગ્રાહકોને મર્યાદિત રકમ જ ઉપાડવા દેવામાં આવી રહી છે, પરિણામે સામાન્ય જનતામાં ભારે ગભરાટ ફેલાયો છે. ડિજિટલ બેંકિંગ સિસ્ટમ પર સાયબર હુમલા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના પ્રહારોએ આ સ્થિતિને વધુ સ્ફોટક બનાવી દીધી છે, જેનાથી સામાન્ય જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઈરાન દ્વારા ફેબ્રુઆરીમાં ૫ મિલિયનની નોટ બહાર પાડ્યાના ટૂંકા ગાળામાં જ ૧૦ મિલિયનની નોટ લાવવી પડી, તે સાબિત કરે છે કે દેશમાં મોંઘવારી બેકાબૂ બની છે. જીવનજરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે હવે લોકોએ થેલા ભરીને નોટો લઈ જવી પડે તેવી સ્થિતિ છે. આર્થિક નિષ્ણાતો માને છે કે જો ઈઝરાયેલ સાથેનો સંઘર્ષ વધુ વણસશે, તો રિયાલનું મૂલ્ય હજુ પણ નીચે જશે અને ઈરાન સંપૂર્ણ આર્થિક પતનની દિશામાં ધકેલાઈ જશે. આ સ્થિતિ માત્ર ઈરાન માટે જ નહીં, પણ સમગ્ર મધ્ય પૂર્વના વેપારી સમીકરણો માટે જોખમી સંકેત છે.
નવી બૅન્કનોટની રજૂઆત સાથે ઈરાનનું આર્થિક સંકટ વધ્યું
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.