Achira News Logo
Achira News

નવરંગ નેચર ક્લબે પર્યાવરણીય પહેલ સાથે જન્મદિવસની ઉજવણી કરી

Akila News
નવરંગ નેચર ક્લબે પર્યાવરણીય પહેલ સાથે જન્મદિવસની ઉજવણી કરી
Full News
Share:

રાજકોટ : શહેરમાં પર્યાવરણ અને પક્ષી પ્રેમી સંસ્‍થા તરીકે જાણીતી નવરંગ નેચર ક્‍લબ દ્વારા સેવા અને પ્રકળતિના સમન્‍વય સાથે એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. સંસ્‍થાના પ્રમુખ વી. ડી. બાલા(મો. ૯૪ર૭પ૬૩૮૯૮)એ તેમના પૌત્ર ચિ. શ્‍યામ બાલાના તા. ૬ના રોજ આવતા જન્‍મદિવસને યાદગાર બનાવવા માટે વિવિધ લોકઉપયોગી અને પર્યાવરણલક્ષી કાર્યોની જાહેરાત કરી છે. જન્‍મદિવસની પૂર્વ સંધ્‍યાએ ઉજવણીના ભાગરૂપે તરસ્‍યા માનવીઓ માટે પાણીના પરબનું વિનામૂલ્‍યે વિતરણ કરવામાં આવ્‍યું હતું. માત્ર આટલું જ નહીં, પક્ષી બચાવો અભિયાનને વેગ આપવા માટે આગામી એક વર્ષ દરમિયાન કુલ ૬ હજારચકલીઘરનું વિનામૂલ્‍યે વિતરણ કરવાનો સંકલ્‍પ કરવામાં આવ્‍યો છે.વધતા જતા તાપમાન અને પર્યાવરણની જાળવણી માટે સંસ્‍થા દ્વારા આગામી ચોમાસામાં એક વિશાળ અભિયાન હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત આસપાસના ૧૦ ગામોની પસંદગી કરી, દરેક ગામ દીઠ ૧,૦૦૦ લેખે કુલ ૧૦,૦૦૦ કલમી ફળાઉ રોપાનું રાહત દરે વિતરણ કરવામાં આવશે. આ રોપા વિતરણનો મુખ્‍ય હેતુ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં હરિયાળી વધારવા સાથે ખેડૂતો અને ગ્રામજનોને ફળાઉ વળક્ષોના ઉછેર માટે પ્રોત્‍સાહિત કરવાનો છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

નવરંગ નેચર ક્લબે પર્યાવરણીય પહેલ સાથે જન્મદિવસની ઉજવણી કરી | Achira News