નવસારી જિલ્લામાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આ વર્ષે નજીવા ઘટાડા સાથે 84.68 ટકા આવ્યું હતું, જે ગત વર્ષે 84.98 ટકા આવ્યું હતું. ગત વર્ષે એ1 ગ્રેડમાં 58 છાત્રો ઉત્તીર્ણ થયા હતા, આ વર્ષે વધારો થઇ 79 છાત્રો પાસ થયા હતા. એબી શાળાના 47 છાત્રો એ1 ગ્રે નવસારી જિલ્લામાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.68 ટકા જાહેર થતા એ1 ગ્રેડમાં 79 છાત્રો, એ2મા 438, બી1માં 678, બી2માં 804, સી1માં 913, સી2માં 805 છાત્રો ઉત્તીર્ણ થયા હતા. જાહેર થયેલા પરિણામમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ એબી શાળાના વિદ્યાર્થીઓનો દબદબો રહ્યો હતો. એ1 ગ્રેડ મેળવનારા 79માથી 47 છાત્રો એબી શાળાના હતા. આ સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર થઇ ગયું હતું. જેમાં 120 માર્ક્સ મેળવી સંભવતઃ એબી શાળાનો છાત્ર ઈશાન કાપડિયા રાજ્યમાં પ્રથમ આવ્યો હતો. કેન્દ્રવાર પરિણામ જોઇએ તો સૌથી વધુ નવસારી કેન્દ્રનું 90.92 અને સૌથી ઓછું પીપલગભણનું 62.92 ટકા આવ્યું હતું. ટોપર છાત્રોની ઉચ્ચ અભ્યાસ માટે કમ્પ્યુટર અને મેડીકલ લાઇનમાં જવાની ઈચ્છાજિલ્લામાં પ્રથમ ઋષિતા પટેલ: ધોરણ-12માં 96.20 ટકા મેળવ્યા છે. ઋષિતા અભ્યાસમાં તેજસ્વી હોય ધોરણ-10માં પણ એ1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. તેણી કમ્પ્યુટર સાયન્સ વિષયમાં આગળ વધવા માગે છે. તેણીના પિતા નોકરી કરે છે અને માતા ગૃહિણી છે. તેણીએ અભ્યાસ દરમિયાન મન હળવુ કરવા 30 મિનિટ મોબાઈલમાં રીલ જોતી હતી. તેણીએ મોબાઈલનો ઘણો ઓછો ઉપયોગ કર્યો હતો. ધો-10માં પણ એ1 ગ્રેડ મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે. જિલ્લામાં દ્વિતીય વ્રજ રાજુભાઈ પટેલ: ધોરણ-10માં 97 ટકા મેળવી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લીધો અને ખૂબ જ મહેનત કરી ધોરણ-12માં 95.40 ટકા સાથે જિલ્લામાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. માતા ગૃહિણી અને પિતા રાજુભાઈ ચીખલી વાંઝણા પ્રાથમિક શાળામાં શિક્ષક છે. વ્રજ પટેલ કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા માગે છે. વ્રજ પણ પહેલાથી જ અભ્યાસમાં તેજસ્વી હોય તેમના પિતાએ માર્ગદર્શન આપી વ્રજને હવે કોમ્પ્યુટર જેવા વિષયમાં આગળ અભ્યાસ કરવા માટે જવાનું જણાવ્યું હતું. ગુજકેટમાં પ્રથમ આવનાર ઈશાન કાપડિયા: તબીબ બનવા માંગે છે નવસારીની એબી શાળાનો છાત્ર ઈશાન કાપડિયાના ધોરણ-10માં 90 ટકાથી વધુ આવ્યા હતા. અભ્યાસમાં તેજસ્વી ઈશાન કાપડિયાએ ગુજકેટની પરીક્ષામાં 120માંથી 120 માર્ક્સ આવતા સંભવતઃ રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ફિઝિક્સ, બાયોલોજી અને કેમિસ્ટ્રીમાં 40માંથી 40 માર્ક્સ સાથે કુલ 120 માર્ક આવ્યા છે અને ધો.12 બોર્ડ વિજ્ઞાન પ્રવાહમાં પણ 93.8 ટકા માર્ક્સ સાથે એ1 ગ્રેડમાં આવ્યો છે. ઈશાન એમબીબીએસમાં પ્રવેશ લઇ મેડિકલ ઓફિસર બનવા માંગે છે. જિલ્લાના કેન્દ્રવાર પરિણામ હવે પુરક પરીક્ષાની તૈયારી બોર્ડ દ્વારા કરાવાશેનવસારી જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં 711 અને સામાન્ય પ્રવાહમાં 450થી વધુ છાત્રો નાપાશ થયા છે તે પૈકી બે વિષયમાં નાપાશ થનારા છાત્રોની આ વર્ષે જ પુરક પરીક્ષા દ્વારા જો પાસ થાય તો તેમનું વર્ષ ન બગડે તે માટે હવેના દિવસોમાં પુરક પરીક્ષા પણ લેવાશે.
નવસરી જિલ્લાનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ થોડું ઘટ્યું, એબી સ્કૂલ ચમકી
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.