Achira News Logo
Achira News

નવસરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીએ સામૂહિક રાજીનામાને કારણે ખળભળાટ મચાવ્યો

Akila News
નવસરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીએ સામૂહિક રાજીનામાને કારણે ખળભળાટ મચાવ્યો
Full News
Share:

નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં ગાઢ ઉથલપાથલ જોવા મળી રહી છે. શહેર અને જિલ્લા કોંગ્રેસના 47 પદાધિકારીઓએ સામૂહિક રાજીનામા આપી રાજકારણમાં ખળભળાટ મચાવી દીધું છે. આ પદાધિકારીઓએ શહેર પ્રમુખની નિમણૂકને લઈને વિરોધ નોંધાવતા રાજીનામા આપ્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખ પર પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા અને ભૂતકાળમાં પક્ષને હરાવવાના પ્રયાસો કરવા જેવા આક્ષેપ પણ મુકવામાં આવ્યા છે. રાજીનામા આપનારાઓમાં પ્રદેશ મંત્રી, મહામંત્રી અને વોર્ડ પ્રમુખ સહિતના પદાધિકારી શામેલ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પાસે પણ આ રાજીનામા ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યા છે. ભાજપમાં રાજીનામાનો દોર શરૂ થવા પછી હવે કોંગ્રેસમાં પણ આવો દોર શરૂ થતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

નવસરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીએ સામૂહિક રાજીનામાને કારણે ખળભળાટ મચાવ્યો | Achira News