ગાંધીનગરઃ આગામી ૧૧ તારીખે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ અંતર્ગત તેઓ પ્રથમ જ્યોતિર્લિગ અને પવિત્ર યાત્રાધામ સોમનાથની વિશેષ મુલાકાત લેવાના છે. વડાપ્રધાનના આ ઐતિહાસિક પ્રવાસને લઈને ગુજરાત સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ જ સંદર્ભે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી અને સમગ્ર વ્યવસ્થા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રીના સોમનાથ પ્રવાસ દરમિયાન સુરક્ષા, ટ્રાફિક નિયમન અને દેશ-વિદેશથી આવતા યાત્રાળુઓને પડનારી સંભવિત અગવડો નિવારવા માટે વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પોલીસ વિભાગ અને જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સંઘવીએ સોમનાથ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી જેથી આખો કાર્યક્રમ કોઈપણ વિઘ્ન વિના શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે. ‘સોમનાથ સ્વાભિમાન પર્વ' અને ૧૦૮ અશ્વોની ઐતિહાસિક 'શૌર્ય યાત્રા'
પીએમ મોદીની સોમનાથ મુલાકાતઃ ઐતિહાસિક ઘટના માટે તૈયારીઓ ચાલી રહી છે
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.