Achira News Logo
Achira News

પાકિસ્તાન દ્વારા ભારતના બહિષ્કારની ધમકીથી વિવાદ ઊભો થયો

Akila News
પાકિસ્તાન દ્વારા ભારતના બહિષ્કારની ધમકીથી વિવાદ ઊભો થયો
Full News
Share:

મુંબઈ:ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધોમાં ફરી એકવાર તિરાડ પડી છે,પરંતુ આ વખતે મામલો મેદાનની બહારનો છે. આગામીT20વર્લ્ડ કપ2026માં ભારત સામેની હાઈ-વોલ્ટેજ મેચનો બહિષ્કાર કરવાની પાકિસ્તાન સરકારની ધમકી પર ભારતના પૂર્વ દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે પોતાની લાક્ષણિક શૈલીમાં કટાક્ષ કર્યો છે. હરભજને પાકિસ્તાનની હાલત પર હસતા કહ્યું કે, "આ તો બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના જેવો ઘાટ છે." શું છે આખો વિવાદ? વાસ્તવમાં, ICCએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ સામે કોઈ કારણોસર કડક વલણ અપનાવતા તેને ટૂર્નામેન્ટમાંથી બહાર રાખ્યું છે. બાંગ્લાદેશ પ્રત્યે એકતા દર્શાવવા માટે પાકિસ્તાને એવી જાહેરાત કરી કે તેઓ આખા વર્લ્ડ કપમાં રમશે,પરંતુ15ફેબ્રુઆરીએ ભારત સામે યોજાનારી મેચમાં મેદાન પર ઉતરશે નહીં. હરભજને આ બાબતે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, "ICCઅને બાંગ્લાદેશ વચ્ચેનો મામલો અલગ છે,તેમાં ભારત અને પાકિસ્તાનને શું લેવાદેવા?પાકિસ્તાન વગર કારણે વચ્ચે કૂદી રહ્યું છે." હરભજનના આ નિવેદને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

પાકિસ્તાન દ્વારા ભારતના બહિષ્કારની ધમકીથી વિવાદ ઊભો થયો | Achira News