Achira News Logo
Achira News

પાકિસ્તાનનું આર્થિક સંકટઃ અસહાયતા, કટ્ટરતા અને અહંકારનું ઝેરી મિશ્રણ

Divya Bhaskar
પાકિસ્તાનનું આર્થિક સંકટઃ અસહાયતા, કટ્ટરતા અને અહંકારનું ઝેરી મિશ્રણ
Full News
Share:

તમે જેને સાંભળ્યા તે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ છે. તે વારંવાર ભીખનો કટોરો લઈને વિદેશમાં ફરે છે. આપણે જાણીએ છીએ કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર ડીલ થઈ. યુરોપ પાકિસ્તાનના કાપડ પર કોઈ ટેક્સ નહોતું લગાવતું પણ ભારત પર લગ નમસ્કાર. આજે પાકિસ્તાન જે હાલતમાં છે, તેનું કારણ તેની આર્થિક લાચારી, ધાર્મિક વિચારધારા પર દેશનું નિર્માણ અને લશ્કરી અહંકારનું ઝેરી મિશ્રણ છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફનું નિવેદન કે અમને ભીખ માંગતા શરમ આવે છે, તે હકીકતમાં એક રાષ્ટ્રના મનોબળના પતન સમાન છે. રમત અને રાજનીતિનું ભયાનક કોમ્બિનેશન ખેર તેના પર આગળ વાત કરીશું જ પણ પહેલા ક્રિકેટની વાત કરીએ કારણ કે ભારત અને પાકિસ્તાનમાં ક્રિકેટનો ક્રેઝ ખૂબ છે. બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યા, સામાજિક અને રાજકીય રમખાણના કારણે BCCIએ મુસ્તફિઝુર રહેમાનને IPLમાં રમવાની મંજૂરી આપી નથી. તેને KKRએ 3 જાન્યુઆરીએ BCCIના કહેવા પર ટીમમાંથી બહાર કરી દીધો હતો. તો બાંગ્લાદેશ સરકારે 7 ફેબ્રુઆરીએ રમાનાર T20 વર્લ્ડ કપમાં ભારતમાં મેચ રમવાની ના પાડી દીધી. તો ICCએ બાંગ્લાદેશને જ વર્લ્ડ કપમાંથી હાંકી કાઢ્યું અને સ્કોટલેન્ડને એન્ટ્રી આપી. જેના લીધે પાકિસ્તાને બાંગ્લાદેશના સપોર્ટમાં વર્લ્ડ કપમાંથી બહાર નીકળી જવાની ધમકી આપી. તો ICC જે દર વર્ષે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને રૂપિયા આપે છે તે આપવાની જ ના પાડી દીધી અને પાકિસ્તાન સુપર લીગને NOC આપવાની જ ના પાડી દીધી, આ બધું ચાલી જ રહ્યું હતું અને પાકિસ્તાને ટીમની જાહેરાત કરી. જેના કારણે પાકિસ્તાન તો ઠીક દુનિયાભરમાં પાકિસ્તાનની મજાક ઉડી. છેલ્લે ભારત સાથે નહીં રમીએ એવી ધમકી આપી. જો કે હાલ ICCએ પાકિસ્તાનને ચોખ્ખી ધમકી આપી દીધી છે કે તમે આખી ટુર્નામેન્ટ રમો અને કોઈ એક દેશ સાથે ન રમો તેવું ન ચાલે. એટલે લીધે પાકિસ્તાનને કરોડો રૂપિયાનો ફટકો અને પાકિસ્તાન ક્રિકેટ જ ઠપ થઈ જાય તેવા હાલ થયા છે. આ વાત કરી જ રહ્યા છીએ તો માર્ચ 2025ની ICC ચેમ્પિયન ટ્રોફીની પણ વાત કરવી પડે. 20 વર્ષ પછી પાકિસ્તાનને ICC ચેમ્પિયન ટ્રોફી હોસ્ટ કરવાની તક મળી હતી. પાકિસ્તાને કરોડો રૂપિયા ખર્ચીને સ્ટેડિયમ ડેવલોપ કર્યા પણ ભારતે પાકિસ્તાનમાં રમવાની જ ના પાડી દીધી, જેના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ગેટ મની, ટિકિટ અને ટીવી રાઈડ્સ સહિત કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. ત્યારે PCBએ કહ્યું હતું કે ભલે ભારતે ના પાડી પણ તેમને કરોડોનો ફાયદો થયો છે. પણ માર્ચ 2025માં પાકિસ્તાની ક્રિકેટ ખેલાડીઓની મેચ ફીમાં 90 ટકા કપાત અને ફાઈવ સ્ટાર હોટલ્સની જગ્યાએ બજેટ હોટલમાં સ્ટે તો કંઈક બીજું જ કહી રહ્યું છે. આ માત્ર રમતમાં હાર નથી પણ પાકિસ્તાનની હાર છે. આનાથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે ભારત વગર પાકિસ્તાનની ક્રિકેટ ઈકોનોમી પણ ઝીરો જ છે. ઓપરેશન હેરોફ 2.0 દુનિયાના દેશો પાકિસ્તાનની ધરતી પર પણ ક્રિકેટ રમતા ડરે છે કારણ કે અગાઉ ક્રિકેટર્સ પર પાકિસ્તાનની ધરતી પર ગોળીઓ ચાલી ચૂકી છે. આ એટલા માટે કારણ કે પાકિસ્તાન આતંગવાદનો ગઢ છે તે દુનિયા જાણે છે. જ્યારે આ વાત જ થઈ રહી છે તો બલુચિસ્તાનના પહાડોમાં થનાર ધડાકાની વાત પણ કરવી પડે. બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ દેશ જાહેર કરવા માટે ઘણા સંગઠનોએ પાકિસ્તાન સરકાર સામે શસ્ત્ર લડાઈ શરૂ કરી છે. જેમાં બલોચ લિબરેશન આર્મીએ ઓપરેશન હેરોફ- 2 લોન્ચ કર્યું. બલુચિસ્તાનના 12 જિલ્લાઓમાં એકસાથે BLAએ હુમલાઓ કર્યા. જેમાં ક્વેટા, ગ્વાદર, મસ્તુંગ સહિત ચાઈના પાકિસ્તાન કોરિડોર નજીક પાકિસ્તાન સરકારના જણાવ્યા મુજબ BLAએ 70થી વધુ લોકો અને પાક સેના અને પોલીસના કર્મચારીઓને મારી નાખ્યા. BLAના કહ્યા મુજબ તો તેમણે 200 લોકોને માર્યા છે અને અનેકને બંધક બનાવ્યા છે. જાણીને ચોંકી જશો કે BLAના આ ઓપરેશનમાં મહિલા ફિદાઈનો પણ છે. એક 24 વર્ષની મેડિકલ વિદ્યાર્થિની આસિફા મેંગલે સ્યુસાઈડ જેકેટ પહેરીને નુશ્કીમાં ISIના હેડક્વાટરના દરવાજા પર પોતાને ઉડાવી દીધી હતી. એક તરફ પાકિસ્તાન કાશ્મીર જીતવાના સપના જુએ છે અને બીજી બાજુ તેમના જ વિસ્તારને સંભાળી નથી શકતો. ગ્વાદરમાં ચીની એન્જિનિયર્સને કંઈ ન થાય તેના માટે પાકિસ્તાને સેના ઉતારવી પડી છે. ઇતિહાસ ગવાહ છે, 1947ના વિભાજન પછી ભારતે IIT, IIM, ISRO જેવી સંસ્થાઓ અને હોસ્પિટલ્સ બનાવવા પર ધ્યાન આપ્યું જ્યારે પાકિસ્તાને હથિયારો અને નફરતને પસંદ કરી. પરિણામે પાકિસ્તાને પોતાનું અર્થતંત્ર તો ગુમાવ્યું પણ વિશ્વમાં પોતાની છાપ પણ ગુમાવી. ઉદાહરણ નજીક જ છે. એપ્રિલ 2025માં પાકિસ્તાનના આતંકવાદીઓએ આપણા પહલગામમાં ઘૂસણખોરી કરીને કાયરતાપૂર્વક ભારતીયોના માથા પર ગોળીઓ મારી. જવાબમાં મેમાં ભારતે ઓપરેશન સિંદૂર લોંચ કર્યું અને પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો પર એરસ્ટ્રાઈક કરી અને પાકિસ્તાનના ન્યુક્લિયર બ્લેકમેઈલિંગ ફુગ્ગાને ફોડી નાખ્યો. ભારતે ડિફેન્સ બજેટ વધાર્યું ઓપરેશન સિંદૂર પછી, ભારતે ડિફેન્સ બજેટમાં 15 ટકાનો ઐતિહાસિક વધારો કર્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષના બજેટમાં ડિફેન્સ સેક્ટરમાં7.85 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ રૂપિયાનો ઉપયોગ 114 જેટલા રાફેલ જેટ, હાયલી એડવાન્સ ડ્રોન અને સબમરીન બનાવવા માટે પણ કરવામાં આવશે. પાકિસ્તાનનું સંરક્ષણ બજેટ ભારતના બજેટ કરતા 8થી 9 ગણું નાનું છે. એક બાજુ ભારત વિશ્વનું પાંચમું સૌથી શક્તિશાળી સૈન્ય બનાવવાના રસ્તે છે અને પાકિસ્તાન 9 અબજ ડોલરના ડિફેન્સ બજેટ માટે પણ બીજા દેશો પાસેથી લોન અથવા ભીખ માગે છે. પાકિસ્તાનની આર્થિક હાલત અત્યારે ભયાનક રીતે ખરાબ છે.સેનાની વાત થઈ જ રહી છે તો એક નોલેજ પોઈન્ટની પણ વાત કરી લઈએ. ભારતે ભૈરવ બટાલીયન નામની હાઈબ્રિડ વોરફેર સેનાની ટુકડી પણ બહાર પાડી છે. જે ડ્રોન, ઇલેક્ટ્રોનિક વોરફેર અને સર્વેલન્સથી સજ્જ છે અને તેમને કાશ્મીર અને લદ્દાખમાં તહેનાત કરવામાં આવી છે. ફરી પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાજ શરીફના ઈસ્લામિક દેશો પાસેથી ભીખ માગવાવાળા નિવેદન પર આવીએ. પાકિસ્તાનની આર્થિક હાલત અત્યારે ભયાનક રીતે ખરાબ છે. પાકિસ્તાનનો GDP ગ્રોથ પ્રાદેશિક સરેરાશ કરતા અડધો પણ નથી. તેમના ખેતરોમાં પાણી નથી કારણ કે ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાની પ્રક્રિયા કરી છે. ભારતનું કહેવું છે લોહી અને પાણી એકસાથે ન વહી શકે. જેના કારણે પાકિસ્તાની ટેક્સટાઈલ, એગ્રીકલ્ચર અને ખાતર ઉદ્યોગમાં પણ આર્થિક ભૂકંપ આવ્યો છે. પાકિસ્તાન કહે છે અમે ન્યુક્લિયર પાવર દેશ છીએ. પણ 2026નો સમય બદલાયો છે. તિજોરીમાં પડેલો પરમાણું બોમ્બ દેશના લોકોનું પેટ નથી ભરી શકતો. આપણે શ્રીલંકાનું પતન નજીકનું જ ઉદાહરણ છે. અમેરિકા અને પશ્ચિમ સહિતના દેશો પણ પાકિસ્તાનને હવે એસેટ તરીકે નહીં પણ લાયેબિલિટી તરીકે જ માને છે. ખેર અમેરિકા પોતાના હથિયારો વેચવા પાકિસ્તાનનો ઉપયોગ કરે છે એ અલગ વાત છે. જો કે અમેરિકાને ભારતે યુરોપ ફ્રી ટ્રેડ ડિલથી પણ ઝટકો આપ્યો છે. કાપડ અને ગાર્મેટ માર્કેટમાં યુરોપિયન યુનિયન પાકિસ્તાન માટે મોટું માર્કેટ છે. અત્યાર સુધી પાકિસ્તાનને GSP+ એટલે કે જનરલાઇઝડ સ્કીમ ઓફ પ્રેફરન્સીસ પ્લસ હેઠળ યુરોપમાં નિકાસ પર કોઈ ટેક્સ નહોતો લાગતો, જ્યારે ભારતને 8% થી 12% સુધીની ઈમ્પોર્ટ ડ્યુટી ભરવી પડતી હતી. આ કારણે પાકિસ્તાની કાપડ ઉદ્યોગ સ્પર્ધામાં ટકી રહ્યો હતો. પરંતુ, ભારત-ઈયુ FTA લાગુ થતાની સાથે જ ભારતીય ટેક્સટાઈલ નિકાસકારોને યુરોપમાં કાપડ મોકલવા પર કોઈ ટેક્સ નહીં આપવો પડે. ઓલ પાકિસ્તાન ટેક્સટાઈલ મિલ્સ એસોસિએશન APTMA અને ભૂતપૂર્વ વાણિજ્ય મંત્રી ગોહર એજાઝે X પર ચેતવણી આપી છે કે, પાકિસ્તાન જે GSP+ ના ભરોસે બેઠું હતું, તે લાભ હવે ભારતની FTA ડીલ સામે ધોવાઈ ગયો છે. ટૂંકમાં ભારત-EU FTA પાકિસ્તાન માટે મૃત્યુ ઘંટ સમાન છે. અધૂરામાં પૂરું અત્યારે દિલ્લીમાં એક એવી ઘટના બની છે જેના કારણે પાકિસ્તાનની ચિંતા સાતમા આસમાને છે. થયું કંઈક એવું છે કે તેમના 22 આરબ મુસ્લીમ દેશો દિલ્લીના મહેમાન બન્યા છે. નવી દિલ્હી ખાતે બીજી ભારત-આરબ વિદેશ મંત્રીઓની બેઠક IAFMMનું આયોજન થયું છે. આ બેઠકમાં વેપાર, ઊર્જા અને પેલેસ્ટાઈન સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ અને ડિલ થવાની છે. જે પાકિસ્તાન આરબ દેશોને પરંપરાગત ભાઈઓ કહે છે અને લોન લેવા કટોરો લઈને ઉભા રહે છે તે આરબ દેશો ભારતમાં 2030 સુધીમાં અબજો ડોલરના રોકાણની ડિલ પાર પાડી રહ્યા છે. ટૂંકમાં પાકિસ્તાનનું ઈસ્લામિક કાર્ડ પણ ભારતના વધતા આર્થિક વર્ચસ્વના કારણે એક્સપાયર થવા આવ્યું છે. દિલ્લીમાં થયેલી ભારત-આરબની બીજી ફોરેન મિનિસ્ટર્સ સમિટમાં એક જબરદસ્ત વસ્તુ જોવા મળી. બેઠકના સાત મોટા મુદ્દાઓમાં એક મુદ્દો આતંકવાદનો પણ હતો. આ બેઠકમાં આતંકવાદના તમામ સ્વરૂપોની નિંદા કરવામાં આવી હતી અને પહલગામ હુમલાનો ઉલ્લેખ કરીને આતંકવાદી માળખું તોડી પાડવાની વાત કરવામાં આવી હતી. બીટવિન ધ લાઈન્સ એવું કહેવું છે કે જે સાઉદી અરેબિયા, યુએઈ અને કતાર જેવા ઈસ્લામિક દેશો જે એક સમયે પાકિસ્તાનના સૌથી મોટા દાતા હતા, તે હવે પાકિસ્તાનમાં ચાલતા આતંકવાદનો વિરોધ કરી રહ્યા છે અને ભારત સાથે જ હાથ મીલાવી રહ્યા છે. પણ આ બધુ થઈ રહ્યું છે તેનાથી આપણે શું લેવા દેવા? વાત કંઈક એમ છે કે પાકિસ્તાન વિશ્વનો પાંચમો સૌથી મોટો કપાસ ઉત્પાદક દેશ છે. પણ તે પાણી અને વીજળીની કમીના કારણે તળિયે છે. પાકિસ્તાનની 9 અબજ ડોલરની ટેક્સટાઈલ એક્સપોર્ટ પણ EU-INDIA FTA ડિલના કારણે ખતરામાં છે. ગુજરાત અને ભારતનું ટેક્સટાઈલ માર્કેટ યુરોપમાં સસ્તું થવાનું છે. એટલે પાકિસ્તાની ટેક્સટાઈલ ઉદ્યોગને ફટકો છે અને સુરત કે અમદાવાદ કે જેતપુરના ટેક્સટાઈલ માર્કેટને બખ્ખા છે. અને છેલ્લે... પાકિસ્તાન બાદ હવે ચીનની પણ વાત કરીએ. ચીનના કારણે આપણી સંસદમાં આજે જોરદાર હોબાળો થયો. વાત એમ હતી કે રાહુલ ગાંધીએ ભારતના પૂર્વ ચીફ ઓફ આર્મી સ્ટાફ એમ. એમ નરવણેએ લખેલા અપ્રકાશીત પુસ્તકને ટાંકીને કહ્યું કે, ચીનની ચાર ટેન્ક ડોકલામમાં ભારતની ધરતી પર આવી રહી હતી અને માત્ર 100 મીટર દૂર હતી ત્યારે… આટલું બોલતા જ સંસદમાં હોબાળો થઈ ગયો હતો. એવું કહેવાય છે કે જનરલ નરવણેએ પોતાના પુસ્તકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને NSA અજીત ડોવાલને લઈને ઘણા ઘટસ્ફોટ કર્યો છે. હવે આ પુસ્તક બજારમાં આવશે કે કેમ તેના પર સૌની મીટ છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ- સમીર પરમાર)

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

પાકિસ્તાનનું આર્થિક સંકટઃ અસહાયતા, કટ્ટરતા અને અહંકારનું ઝેરી મિશ્રણ | Achira News