Achira News Logo
Achira News

પાકિસ્તાનનો ભારત સામે ન રમવાનો નિર્ણય ટીમને વહેલા બહાર થવાનું જોખમ ઊભું કરે છે

Akila News
પાકિસ્તાનનો ભારત સામે ન રમવાનો નિર્ણય ટીમને વહેલા બહાર થવાનું જોખમ ઊભું કરે છે
Full News
Share:

નવી દિલ્‍હી તા.૩: પાકિસ્‍તાને ભારત સામે નહીં રમવાનો નિર્ણય કરીને પોતાની જ મુશ્‍કેલી વધારી દીધી હોવાના તારણો સામે આવી રહ્યા છે, કારણ કે પાકિસ્‍તા ભારત સામે ન ઉતરે તો તેણે ગ્રુપ સ્‍ટેજની તેની ત્રણે મેચ જીતવી પડશે. જેમાં બે ટીમો એવી છે કે જે પાકિસ્‍તાનના નાકમાં દમ કરી શકે છે. પાકિસ્‍તાને ટી૨૦ વર્લ્‍ડ કપ રમવાની તૈયારી બતાવી પરંતુ તેણે ભારત સામે મેચ રમવાનો ઈનકાર કરી દીધો છે, આવી સ્‍થિતિમાં પાકિસ્‍તાને પોતાને જ નુકસાન પહોંચાડ્‍યું છે, કારણ તે આમ કરીને ટી૨૦ વર્લ્‍ડ કપમાંથી જલદી બહાર થઈ શકે છે.ICCવ્‍૨૦ વર્લ્‍ડ કપમાં પાકિસ્‍તાન ગ્રુપ ખ્‍માં નેધરલેન્‍ડ અને યુનાઇટેડ સ્‍ટેટ્‍સ સામે ટકરાશે. પાકિસ્‍તાને ભારત સામે મેચ ન રમવાનો નિર્ણય લીધો છે. યુનાઇટેડ સ્‍ટેટ્‍સે ગયાT20વર્લ્‍ડ કપમાં પાકિસ્‍તાનને હરાવ્‍યું હતું અને આ વખતે પણ તે ખતરનાક ફોર્મમાં છે. પરિણામે, પાકિસ્‍તાન ગ્રુપ સ્‍ટેજમાંથી બહાર થવાનો ભય ધરાવે છે ICC T20વર્લ્‍ડ કપનો ગ્રુપ સ્‍ટેજ પાકિસ્‍તાન માટે પડકારજનક લાગે છે. સલમાન અલી આગાની ટીમ ગ્રુપAમાં નેધરલેન્‍ડ્‍સ (૭ ફેબ્રુઆરી) અને અમેરિકા (૧૦ ફેબ્રુઆરી) સામે તેની પ્રથમ બે મેચ રમશે. આ પછી, પાકિસ્‍તાને ૧૫ ફેબ્રુઆરીએ ભારત સામેની મેચ છોડી દેવાનો નિર્ણય લીધો છે. આના પરિણામે બે પોઈન્‍ટ ગુમાવવા પડશે અને નેટ રન રેટમાં ઘટાડો થશે. ગ્રુપ સ્‍ટેજની પ્રથમ બે મેચ પાકિસ્‍તાન માટે સરળ રહેશે નહીં, કારણ કે નેધરલેન્‍ડ્‍સ અને યુનાઇટેડ સ્‍ટેટ્‍સ અપસેટ સર્જવાની ક્ષમતા ધરાવે છે. ગયાT20વર્લ્‍ડ કપમાં યુનાઇટેડ સ્‍ટેટ્‍સે સુપર ઓવરમાં પાકિસ્‍તાનને હરાવીને મોટો અપસેટ સર્જ્‍યો હતો. આ સ્‍પષ્ટપણે નીચલા ક્રમાંકિત ટીમો સામે પાકિસ્‍તાનની નબળાઈ દર્શાવે છે. ભારતAસામેની વોર્મ-અપ મેચમાં યુએસએ ટીમના ૨૦૦ રનથી ટીમ માટે ખતરાની ઘંટડી વાગી ગઈ છે. નેધરલેન્‍ડ્‍સે ૨૦૨૨નાT20વર્લ્‍ડ કપમાં પણ દક્ષિણ આફ્રિકાને હરાવીને પોતાને ડાર્ક હોર્સ સાબિત કર્યો હતો. તેમણે ૨૦૦૯માં ઈંગ્‍લેન્‍ડ જેવી મજબૂત ટીમને પણ હરાવી હતી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

પાકિસ્તાનનો ભારત સામે ન રમવાનો નિર્ણય ટીમને વહેલા બહાર થવાનું જોખમ ઊભું કરે છે | Achira News