નવી દિલ્હી, તા.૨૧: ભારત અને પાકિસ્તાન વચ્ચે માત્ર સરહદ પર જ તણાવ નથી, પણ સામાન્ય માણસના રસોડાના બજેટમાં પણ જમીન-આસમાનનો તફાવત જોવા મળી રહ્યો છે. ભારતમાં ૧૪.૨ કિલોગ્રામનું ઘરેલું ગેસ સિલિન્ડર આશરે રૂ.૯૧૧ ની આસપાસ મળે છે, જે સ્થિર પુરવઠા અને મજબૂત અર્થતંત્રને કારણે સામાન્ય જનતા માટે રાહતરૂપ છે. તેની સામે પાકિસ્તાનમાં સ્થિતિ અત્યંત ગંભીર છે; ત્યાં સિલિન્ડરનું વજન ભારત કરતા ઓછું એટલે કે માત્ર ૧૧.૮ કિલોગ્રામ હોવા છતાં, તેની કિંમતPKR૨૬૬૪ (ભારતીય રૂપિયામાં આશરે રૂ.૮૮૮-રૂ.૯૦૦) ની આસપાસ રહે છે. ટેકનિકલી જોવામાં આવે તો, ઓછા વજન સામે વધુ કિંમત ચૂકવવી પડતી હોવાથી પાકિસ્તાની ગળહિણીઓ માટે રસોઈ બનાવવી એ લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ રહ્યું છે. પાકિસ્તાનમાં ગેસના આસમાને પહોંચેલા ભાવો પાછળનું મુખ્ય કારણ તેની આયાત નિર્ભરતા અને ડોલર સામે પાકિસ્તાની રૂપિયાનું સતત થતું ધોવાણ છે. પાકિસ્તાન તેની જરૂરિયાતનો મોટો હિસ્સો વિદેશથી મંગાવે છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં થતી મામૂલી વધઘટની પણ ત્યાં સીધી અસર પડે છે. આ ઉપરાંત, ૧૮%GST, માર્કેટિંગ ખર્ચ અને પરિવહન ખર્ચના બોજા હેઠળ દબાયેલું પાકિસ્તાનનું સામાન્ય બજેટ હવે વિખેરાઈ રહ્યું છે. ઘણા પરિવારો તો હવે સિલિન્ડર પરવડતું ન હોવાથી ફરીથી જૂના જમાનાની જેમ લાકડા કે કોલસા પર રસોઈ બનાવવા મજબૂર બન્યા છે, જે સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે જોખમી છે. ભારતની સરખામણીએ પાકિસ્તાનમાં ઉર્જા સંકટ વધુ ઘેરું હોવાનું કારણ ત્યાંની અસ્થિર આર્થિક નીતિઓ છે. ભારતમાં સરકાર સબસિડી અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જેવી યોજનાઓ દ્વારા ભાવ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરે છે, જ્યારે પાકિસ્તાનમાં આર્થિક કટોકટીને કારણે જનતાને મળતી રાહત સાવ નહિવત છે. માર્ચ ૨૦૨૬ ના આંકડા મુજબ ભલે કિંમતોમાં થોડો ઘટાડો થયો હોય, પરંતુ તે ઊંટના મોંમાં જીરું સમાન છે. આમ, સરહદની આ પાર અને પેલે પાર ગેસના બાટલાની કિંમત બંને દેશોની આર્થિક શક્તિનો અરીસો બની ગઈ છે.
પાકિસ્તાનમાં ગેસ સિલિન્ડરના ભાવ આસમાને, રસોઈનો ખર્ચ વધ્યો
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.