Achira News Logo
Achira News

પંચમહલ જિલ્લામાં વિદ્યાર્થીએ વિલંબ બદલ શિક્ષકને થપ્પડ મારી, હિંસાની ધમકી આપી

Sandesh
પંચમહલ જિલ્લામાં વિદ્યાર્થીએ વિલંબ બદલ શિક્ષકને થપ્પડ મારી, હિંસાની ધમકી આપી
Full News
Share:

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં શિક્ષણ જગતને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે. શાળામાં મોડા આવવાનું કારણ પૂછવા જેવી સામાન્ય બાબતે એક વિદ્યાર્થી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પોતાની જ મહિલા શિક્ષિકા પર હાથ ઉપાડીને થપ્પડ મારી દીધી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના શૈક્ષણિક આલમમાં ભારે રોષ અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે. શહેરાની એક શાળામાં શિક્ષિકાએ વિદ્યાર્થીને શાળાએ મોડા આવવા બદલ ઠપકો આપ્યો હતો અને મોડા આવવાનું કારણ પૂછ્યું હતું. આ સામાન્ય શિસ્તની બાબતથી ઉશ્કેરાઈ ગયેલા વિદ્યાર્થીએ શિક્ષિકા સાથે ગેરવર્તન કર્યું હતું અને જાહેરમાં તેમને થપ્પડ મારી દીધી હતી. એટલું જ નહીં, વિદ્યાર્થીએ શિક્ષિકાને ગંભીર ધમકી આપતા કહ્યું હતું કે, "તમારે અહીં એકલા રહેવાનું છે", જેનો ઈશારો તેમના પર ભવિષ્યમાં હુમલો કરવા તરફ હતો. શિક્ષિકાએ આ અપમાન અને સુરક્ષાના જોખમ સામે અવાજ ઉઠાવતા શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

પંચમહલ જિલ્લામાં વિદ્યાર્થીએ વિલંબ બદલ શિક્ષકને થપ્પડ મારી, હિંસાની ધમકી આપી | Achira News