શિક્ષણ અને સંસ્કારના સમન્વય સાથે પાટણવાડા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ-પાટણ દ્વારા ભાન્ડુ સ્થિત જેઠીબા વાડી ખાતે વાર્ષિક સાધારણ સભા અને તેજસ્વી તારલા સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં વર્ષ 2024-25માં શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ધોરણ 10 અને 12ના 24 જેટલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ચાંદીના શિલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા. પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજની જરૂરિયાતમંદ 84 દીકરીઓને ધોરણ-12 પછીના ઉચ્ચ અભ્યાસ માટે કુલ 8,51 લાખના સહાયચેકનું વિતરણ કરાયું હતું.નોંધનીય છે કે અત્યાર સુધીમાં કુલ 656 દીકરીઓ આ યોજનાનો લાભ લઈ ચુકી છે. પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજ (સંડેર, વાલમ, ભાન્ડુ, મણુંદ અને બાલીસણા)ના આ સંગમમાં શિક્ષણના ઉત્થાન માટે લાખો રૂપિયાની સહાયના ચેકો અર્પણ કરી અનોખો સેવાયજ્ઞ પ્રગટાવ્યો હતો. મંડળના પ્રમુખ અમૃતભાઈ પટેલે જણાવ્યું હતું કે આ મંડળની સ્થાપના આઝાદી પૂર્વે 1932માં કરાઈ હતી. વડીલોએ રોપેલું કેળવણીનું બીજ આજે વટવૃક્ષ બન્યું છે.આ મંડળ આજે પણ વડીલોના એ જ કેળવણીના વિચારને આગળ ધપાવી રહ્યું છે. જેના કારણે આજે આ સમાજ દેશ-વિદેશમાં વ્યવસાય અને શિક્ષણમાં મોખરાનું સ્થાન ધરાવે છે.આ પ્રસંગે ઉદ્યોગપતિ અનિલભાઈ પટેલ (મિડાસ- મેટકોન્સ), પૂર્વ મંત્રી કિરીટભાઈ પટેલ અને ભાન્ડુના સરપંચ રીકેશાબેન પટેલ,મંડળના મંત્રી ભરતભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ભોજન દાતા તરીકે ડાહ્યાભાઈ પટેલ પરિવારે સેવા આપી હતી.
પાટણવાડા પાટીદાર એજ્યુકેશન પ્રમોશન કાઉન્સિલે શૈક્ષણિક ઉત્કૃષ્ટતાની ઉજવણી કરી અને જરૂરિયાતમંદ દીકરીઓને સશક્ત બનાવી
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.