રાજકોટઃ ઉમિયા માતાજી મંદિર સિદસર ના નેજા હેઠળ શૈક્ષણિક ક્ષેત્રે નવી દિશા તરફ આગળ ધપી રહેલા પાટીદાર સમાજે રાજકોટની ભાગોળે ઇશ્વરીયા ખાતે ૩૨ વિઘા જમીન માં ઉમા સંકુલ માં ૧૨પ કરોડના શૈક્ષણિક પ્રોજેકટ અંતર્ગત જીવન વિદ્યાપીઠનું આગામી તા. ર૬ ને રામનવમી ના રોજ ભૂમી પૂજન થશે. તા. રર થી ૨પ માર્ચ દરમ્યાન ઇશ્વરીયા ખાતે ત્રીવેણી સમારોહના અદભૂત આયોજન દરમ્યાન ૨પ કુંડી મહાયજ્ઞ, જ્ઞાતી સમૂહ ભોજન, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, દાતા સન્માન યોજાનાર છે. સમારોહમાં પ્રથમ દિવસે તા. રર ને રવિવારે ઉમિયાધામ સિદસર દ્વારા સમાજ બંધારણ અને સામાજીક સુધારણા અંતર્ગત સામાજીક સંમેલન યોજાશે. આ સામાજીક સંમેલનમાં સાંસદ પરસોતમભાઈ રૂપાલા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી પરંપરા અને પરીવર્તનના વિષય પર પોતાની આગવી શૈલીમાં વકતવ્ય આપશે. ૨પ કુંડી મહાયજ્ઞ દર્શન, જ્ઞાતી સમૂહ ભોજન, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. પાટીદાર વિઝન-૨૦૪૭ અંતર્ગત મા ઉમિયાની આરાધના સાથે સરસ્વતીની સાધનાના સહીયારા સંકલ્પને સાર્થક કરતો ઈશ્વરીયા ખાતે આયોજીત આ ત્રિવેણી સમારોહ રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરના પાટીદારો માટે શૈક્ષણિક વિકાસનો નૂતન પંથ નિર્માણ કરશે. આ ત્રિવેણી સમારોહમાં ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, ઉપપ્રમુખ ચિમનભાઈ શાપરીયા, જગદીશભાઈ કોટડીયા, મંત્રી જયેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે સંગઠનનો ગુણાકાર અને શકિતનો સરવાળો કરી સમગ્ર કડવા પાટીદાર સમાજના સામાજીક, શૈક્ષણિક વિકાસને વેગવંતો બનાવવાની નેમ સાથે શુભારંભ થનાર આ ત્રિવેણી સમારોહ સમાજ વિકાસની નવી રાહ ચિધશે. ઉમા સંકુલમાં, જીવન વિદ્યાપીઠ જેવી શૈક્ષણીક સંસ્થાઓ ના નિર્માણ દ્વારા આવનારી પેઢી શિક્ષીત દિક્ષીત બનશે. શિક્ષણોન્મુખ વિકસીત પાટીદાર સમાજ દ્વારા ગરિમાપૂર્ણ સામાજીક રાષ્ટ્રવિકાસના કાર્યો થશે. રવિવારે સવારે ૧૦ કલાકે સમાજ બંધારણ અને સામાજીક સુધારણા માટે પરંપરા અને પરિવર્તન વિષય પર ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીની અધ્યક્ષતામાં યોજાનાર આ સમેલનમાં સમગ્ર સૌરાષ્ટ્રભરના ભામાશાઓ, સમાજ શ્રેષ્ઠીઓ, ઉપસ્થિત રહેશે. પાટીદાર અગ્રણી અને રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલા આ સમાજીક સંમેલનમાં વકતા તરીકે ઉપસ્થિત રહી સમાજ બંધારણના માળખાને વધુ સુદ્રઢ કરવા, સામાજીક સુધારાઓ, ખોટી પરંપરાઓને સ્થાને પરિવર્તનને અપનાવવા, સાંપ્રત સમયની પ્રર્વતમાન સામાજીક સમસ્યાઓ, કૌટુંબીક પ્રશ્નો, યુવાનોના પ્રશ્નો, શિક્ષણનું મહત્વ, લગ્નવિષયક માન્યતાઓ પર સચોટ અને સટીક ટકોર કરી પોતાની આગવી વક્તવ્ય શૈલીમાં સમાજને દિશાદર્શન પુરૂ પાડશે.
પાટીદાર સમાજે રાજકોટ ખાતે જીવન વિદ્યાપીઠ શિક્ષણ પરિયોજનાની શરૂઆત કરી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.