પાટણ જિલ્લાની એકમાત્ર કેન્દ્રીય વિદ્યાલય લણવા પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય (JNV)માં 500થી વધુ નિર્દોષ બાળકોના જીવ અત્યારે મોતના સાયે હેઠળ છે. ચોંકાવનારી વિગત એ છે કે,2024-2025માં NIT કુરુક્ષેત્ર અને CPWD ગાંધીનગર જેવા નિષ્ણાતોએ કરેલ રિપોર્ટ બાદ એક હાલમાં શાળાના સંપૂર્ણ પુનઃનિર્માણ માટે 49.97 કરોડનું માતબર બજેટ મંજૂર થઈ ચૂક્યું હોવા છતાં ઝડપથી કામગીરી શરૂ કરાવવાના બદલે કેટલાક અધિકારીઓ રહસ્યમય રીતે 25.20 કરોડના ખર્ચે માત્ર રિપેરિંગ કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પરતું ખુદ NVS હેડક્વાર્ટરે પણ આ રિપેરિંગ દરખાસ્તને ખર્ચાળ અને નિયમ વિરુદ્ધ ગણાવી ફગાવી છે.કારણ કે તેમાં કામના કોઈ ટેકનિકલ પુરાવા કે જીઓ-ટેગ ફોટા પણ નહોતા જેથી વિદ્યાલયમાં રિપેરિંગ કામગીરી કરવાના બદલે સરકાર દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપી તાત્કાલિક ધોરણે નવીન બિલ્ડીંગની કામગીરી શરૂ કરવા માંગ સાથે વાલી ચેતનકુમાર રાવલ સહિતના વાલીઓ દ્વારા PMO, રાષ્ટ્રીય બાળ આયોગ (NCPCR)ને લેખિતમાં રજૂઆત કરી છે. રિપેરિંગ નહીં નવું બિલ્ડીંગ જ બનાવો: વાલીઓવાલીઓએ જણાવ્યું હતું કે 49.97 કરોડના મંજૂર થયેલા પ્રોજેક્ટ મુજબ તુરંત નવું બાંધકામ શરૂ કરવું જોઈએ.પરતું અમને માહિતી મળ્યા મુજબ રિપેરિંગના બહાને પૈસા કમાવવાની લાલચમાં બાળકોના જીવ જોખમમાં મુકવા કેટલાક અધિકારીઓ રિપેરિંગની દરખાસ્ત કરી છે. જે યોગ્ય નથી.જ્યાં સુધી નવું મકાન ન બને ત્યાં સુધી બાળકો માટે વૈકલ્પિક સુરક્ષિત રહેઠાણની વ્યવસ્થા કરવા માંગ છે. જો આ જોખમી ઈમારતમાં કોઈ હોનારત સર્જાશે તો તેનો જવાબદાર સંલગ્ન વિભાગના અધિકારીઓ રહશે. ટૂંક સમયમાં નવીન બિલ્ડીંગની કામગીરી શરૂ થશેવિદ્યાલયના પ્રિન્સિપાલ હરદિયાલ મીણાએ જણાવ્યું કે 2025માં નવું બિલ્ડીંગ મંજૂર થયું છે. પરંતુ હજુ સુધી બનવાની કામગીરી શરૂ થઈ નથી. જેથી હાલમાં વિદ્યાલયમાં કેટલાક ભાગમાં બાળકો માટે છત જોખમી હોય ફોફડા પડતા હોય નવું બિલ્ડીંગ બને પૂર્વે રિપેરિંગ માટે ગાંધીનગર વિભાગ દ્વારા રિપેરિંગ માટે દરખાસ્ત કરી હતી પરંતુ તે વધુ ખર્ચે હોય માન્ય રખાઇ નથી. હાલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અમે બે કર્મચારીઓને રાખ્યા છે. જેવો સતત જર્જરીત સ્થળથી બાળકોને દૂર રાખે છે. ટેન્ડરની પ્રક્રિયા ચાલી રહી હોય ટૂંક સમયમાં નવીન બિલ્ડીંગ બનાવવા માટે કામગીરી શરૂ થશે. એવું વિભાગ પાસેથી જાણવા મળ્યું છે. બિલ્ડીંગની કામગીરી કે દરખાસ્તની પ્રક્રિયા સેન્ટ્રલ કક્ષાએથી થઈ રહી છે.
પાટન શાળાની સલામતી જોખમમાંઃ પુનર્નિર્માણ વિરુદ્ધ સમારકામની ચર્ચા
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.