Achira News Logo
Achira News

પડધરીમાં રિક્ષા પલટી ખાઈ જતાં મહિલાનું મોત, પતિ ઘાયલ

Akila News
પડધરીમાં રિક્ષા પલટી ખાઈ જતાં મહિલાનું મોત, પતિ ઘાયલ
Full News
Share:

રાજકોટ તા. ર૦: પડધરીના જીલરીયા ગામ પાસે છકડો રીક્ષા પલ્‍ટી ખાઇ જતા પતિની નજર સામે જ પત્‍નીનું મોત થયું હતું. જયારે રીક્ષા ચાલાક પતિને ઇજા થઇ હતી. પડધરી મોવૈયાના ઢાળે ખોડીયાર મંદિર પાસે રહેતા મુન્‍નાભાઇ ઉર્ફે મુન્‍નાભાઇ ભાનજીભાઇ સોલંકી પોતાની છકડો રીક્ષા જેના નં. જીજે-૦૪-યુ-૮૮પપ વાળી લઇને ગામડામાંથી પ્‍લાસ્‍ટીકનો ભંગાર વીણીને પરત ઘરે આવતા હોય ત્‍યારે તેની પત્‍ની રેખાબેન રીક્ષામાં પાછળ ભંગાર ઉપર બેસેલ હોય ત્‍યાં જીલરીયા ગામે મેઘપર જતા રોડ ઉપર વળાંકમાં રીક્ષા પલ્‍ટી મારી જતાં રીક્ષામાં પાછળ બેઠેલ રેખાબેનને માથાના ભાગે ઇજા થતા મોત થયું હતું. જયારે રીક્ષાચાલક મુન્‍નાભાઇને ઇજા થઇ હતી આ અંગે ટીનાભાઇ સોલંકીએ રીક્ષા ચાલક તેના ભાઇ સામે પડધરી પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

પડધરીમાં રિક્ષા પલટી ખાઈ જતાં મહિલાનું મોત, પતિ ઘાયલ | Achira News