રવિવારે સવારે ઘરેલુ કંકાસને લઈ ઇડરની મહિલા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં જ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લેવાનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો હતો જો કે પતિને કંઈક અજુગતું થવાનો અણસાર મળી જતાં તાત્કાલિક પોલીસ સ્ટેશન દોડી આવતાં સમયસર સારવાર મળી જવાને પગલે હાલ સ્વસ્થ છે અને કોઈ પણ પ્રકારની કાયદેસર કાર્યવાહી કરવા મહિલાએ ઇનકાર કર્યો છે. વિશ્વસ્ત સૂત્રોના જણાવ્યાનુસાર ઘરેલુ કંકાસને પગલે મહિલા કોન્સ્ટેબલ તણાવમાં હતી અને પતિ સાથે વાતચીત પણ ચાલુ હતી. તેણે છેલ્લે સોરી નો મેસેજ કરતાં કંઈક અજુગતું થવાનો અણસાર આવી જતાં ક્વાટર્સમાં સાથે જ રહેતો પતિ પણ પોલીસ સ્ટેશન દોડી આવ્યો હતો અને પત્નીએ દવા પી લીધી હોવાનું જણાતા હાજર પોલીસ કર્મીઓની મદદથી તાત્કાલિક સારવાર અર્થે ખસેડી હતી. ખાનગી હોસ્પિટલના ડો.કેવલ પટેલે જણાવ્યું હતું કે દર્દીની હાલત સ્થિર છે અને એકંદરે સ્વસ્થ છે દર્દીની પ્રાયવસી જાળવવા એનાથી વિશેષ કોઈ માહિતી આપી ન શકાય.
પતિના સમયસર હસ્તક્ષેપથી મહિલા કોન્સ્ટેબલનો આત્મહત્યાનો પ્રયાસ નિષ્ફળ ગયો
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.