Achira News Logo
Achira News

પાદરા નગર નાગરિક સહકારી બેંકે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી

Sandesh
પાદરા નગર નાગરિક સહકારી બેંકે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી
Full News
Share:

આગામી તા. 12 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી ધી પાદરા નગર નાગરિક સહકારી બેન્કની વ્યવસ્થાપક મંડળની ચૂંટણીને લઈ ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ કરયો છે. ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ થતાં રાજકીય અને બેન્કિંગ વર્તુળોમાં ચહલપહલ જોવા મળે છે. બેન્કના વ્યવસ્થાપક મંડળની કુલ 15 બેઠકો માટે અત્યાર સુધીમાં 30 ઉમેદવારી ફોર્મનું વિતરણ થયું હોવાનું જાણવા મળ્યું છે. આગામી તા. 12 એપ્રિલના રોજ પાદરાની ઝેન સ્કૂલ ખાતે આ ચૂંટણી યોજાનાર છે. જેને લઈને ચૂંટણી અધિકારી દ્વારા નિયમિત કાર્યક્રમ અનુસાર કાર્યવાહી હાથ ધરાઇ છે. ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા માટે તા. 19 અને 20 માર્ચની મુદત નક્કી કરાઇ છે, જેના ભાગરૂપે આજથી ઉમેદવારી પત્રો ભરવાની કાર્યવાહી શરૂ કરાઇ હતી. ગુરુવારે બેન્કની ચૂંટણી લડવા ઈચ્છુક કેટલાક યુવા ઉમેદવારે પાદરા નગર નાગરિક સહકારી બેન્ક ખાતે પહોંચી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેને લઈ ઉત્સુકતા અને ગરમાવો વધુ તેજ બન્યો હતો હવે તા. 20 માર્ચ ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ હોવાથી અન્ય સંભવિત ઉમેદવારો પણ અંતિમ દિવસે ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અંદાજે રૂ. 40 કરોડના ખર્ચે નિર્મિત વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ નબળી ગુણવત્તાને કારણે હવે ડિમોલિશનના અંતિમ તબક્કામાં છે. બ્રિજની કામગીરી નિર્ભયપણે પૂર્ણ કરવા અને ટ્રાફિક વ્યવસ્થા જળવાય તે માટે DYMC (રોડ અને બિજ પ્રોજેક્ટ) દ્વારા ૧૯ માર્ચથી ૪ એપ્રિલ, ૨૦૨૬ સુધી નવું ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. જે દરમિયાન ટ્રાફિક પોલીસ ચોકી સામેની ખુલ્લી જગ્યાનો ઉપયોગ ડાયવર્ઝન તરીકે કરવાનો રહેશે. નોંધનીય છે કે, AMCના ઇતિહાસમાં ભષ્ટાચારના આક્ષેપો વચ્ચે બ્રિજ બન્યાના માત્ર ૫ વર્ષમાં જ તેને તોડી પાડવાની આ પ્રથમ ઘટના છે. વાહનચાલકોને અગવડતા ટાળવા વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે. 01-ગુરુજી બ્રિજથી સ્વસ્તિક ચાર રસ્તા: વાહનચાલકોએ મુખ્ય સ્પાનના બદલે કે.સી. ટી સ્ટોલ પાસેના સ્પાન નીચેથી પસાર થવાનું રહેશે. 02-સ્વસ્તિક ચાર રસ્તાથી ગુરુજી બ્રિજ: મુખ્ય સ્પાન પાસેના અગાઉ તોડી પાડેલા સ્પાનની ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરવાનો રહેશે. આ પણ વાંચો : Surendranagar News : લીંબડી તાલુકામાં સ્વામિનારાયણ મંદિરથી ઉંટડી પુલ સુધી બનશે અત્યાધુનિક સી.સી. રોડ લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે તાલુકામાં અંદાજે રૂ. ૮.૧૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સી.સી. રોડના કામનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ અન્વયે લીંબડીના સ્વામિનારાયણ મંદિરથી ઉંટડી પુલ સુધી તથા જગદીશ આશ્રમ બાયપાસ રોડ પર આ સી.સી. રોડનું નિર્માણ કરવામાં આવશે. 'વિકાસપથ યોજના' અંતર્ગત તૈયાર થનારા આ માર્ગ ઉપર સુરક્ષા અને સુવિધા માટે ડિવાઈડર, સ્ટ્રીટ લાઈટ, આર.સી.સી. ગટર અને રાહદારીઓ માટે ફુટપાથ જેવી આધુનિક સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર રાજ્યના છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચાડવા માટે કટિબદ્ધ છે. રસ્તાઓ એ કોઈપણ વિસ્તારના વિકાસની ધમની સમાન છે. આ ગુણવત્તાયુક્ત માર્ગો બનવાથી સ્થાનિક ખેડૂતોને પોતાનો પાક બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે અને વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગની અવરજવર પણ સુગમ બનશે. વધુમાં, તેમને આ કાર્ય સમયમર્યાદામાં અને શ્રેષ્ઠ ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે માટે સંબંધિતોને સૂચનાઓ પણ આપી હતી. આ નવા રસ્તાઓના નિર્માણથી લીંબડી અને આસપાસના અનેક ગામોના લોકોને સીધો ફાયદો થશે. તેનાથી વાહનચાલકોના સમય અને ઇંધણ બંનેની બચત થશે અને વિસ્તારના આર્થિક-સામાજિક વિકાસને નવી ગતિ મળશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના સંતો-મહંતો, તાલુકાના અગ્રણીઓ, સ્થાનિક પંચાયતના હોદ્દેદારો, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Banaskantha News : બનાસકાંઠામાં ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ઘર્ષણનો કેસ, વાંધાજનક પોસ્ટ ન કરવા SPએ આપી સૂચના બનાસકાંઠાના ભાભરના રૂની ગામે પોલીસ એક્શનમાં આવી છે અને ચૌધરી અને રબારી સમાજ વચ્ચે થયેલા ઘર્ષણને લઈ પોલીસ એકશન મોડમાં છે અને SP ચિંતન તરૈયાની આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી અને અનિચ્છનીય બનાવ રોકવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ, વાંધાજનક પોસ્ટ ન કરવા એસપીએ સૂચના આપી છે અને શાંતિ અને ભાઈચારો જાળવવા કડક સૂચના આપવામાં આવી છે. ભાભર તાલુકાના રૂની ગામે જીલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા દ્વારા શાંતિ સલામતી માટે સર્વ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી અને આ બેઠકમાં રૂની ગામના સર્વ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેમજ ગામમાં શાંતિ જળવાઈ રહે તે હેતુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ, તેમજ સોશિયલ મીડિયા થકી કોઈ ખોટો પ્રચાર ના ફેલાય કોઈ પણ જ્ઞાતિ કે ધર્મ વિરોધ વાંધાજનક પોસ્ટ ન કરવા જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા દ્વારા સૂચના આપવામાં આવી છે. ઓગડના ઉણ ગામમાં થયેલ બબાલમાં પોલીસે કરી મોટી કાર્યવાહી અને પોલીસે ફરિયાદ નોંધી છે, પોલીસે અલગ અલગ ટીમો બનાવી હુમલો કરનાર ટોળામાં સંડોવાયેલા લોકોને ઝડપી પાડવા તજવીજ હાથધરી છે, પોલીસે કરી સ્થાનિક આગવેનો સાથે બેઠક અને સર્વે સમાજના આગેવાનો બેઠકમાં રહ્યા હાજર જેમાં શાંતિ જાળવવા પોલીસે કરી સ્થાનિકોને અપીલ અને હુમલો કરનાર સામે કડક કાર્યવાહીની સ્થાનિકોની માગ છે, ઉણ ગામમાં હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. ઘટનાની જાણ થતા જિલ્લા ડીવાયએસપી સહિત પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઉણ ગામે દોડી આવ્યો હતો. સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના બે સેલ છોડયા હતા અને લાઠીચાર્જ કરીને બેકાબૂ બનેલા ટોળાને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા તેમજ તાલુકા ભરની પોલીસનો મોટો કાફલો બંદોબસ્ત માટે ઉણ ગામે ઉતારી દેવામાં આવ્યો છે. અચાનક ઊભી થયેલી સ્થિતિ બાદ હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ પણ જાતનો અનિચ્છનિય બનાવ ન બને માટે પરિસ્થિતિ ઉપર નજર રખાઈ રહી છે. આ પણ વાંચો : Amreli News : અમરેલીના લુધીયા ગામમાં 4 ઇંચ વરસાદ પડતા ખેતીને મોટુ નુકસાન, સુડાવડ ગામના ખેતરોમાં નદીની જેમ વહ્યા વરસાદી પાણી

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

પાદરા નગર નાગરિક સહકારી બેંકે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી | Achira News