Achira News Logo
Achira News

પ્રખ્યાત ગઝલ ગાયક મુસાફિર પાલનપુરીએ શ્રીમંત ફતેહ સિંહરાવ પબ્લિક લાઈબ્રેરી ખાતે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા

Divya Bhaskar
પ્રખ્યાત ગઝલ ગાયક મુસાફિર પાલનપુરીએ શ્રીમંત ફતેહ સિંહરાવ પબ્લિક લાઈબ્રેરી ખાતે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા
Full News
Share:

શહેરના શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં મને જાણો કાર્યક્રમ અંતર્ગત ગઝલ અને સાહિત્યની મહેફિલ જામી હતી. સ્વ. કીર્તિકુમાર જયસુખરામ પારઘીની સ્મૃતિમાં આયોજિત આ કાર્યક્રમમાં પ્રખ્યાત ગઝલકાર મુસાફિર પાલનપુરીએ શ્રોતાઓને ગઝલના છંદ અને લયમાં ડોલાવ્યા હતા. મુસાફિર પાલનપુરીએ પોતાની 60 વર્ષની દીર્ઘ ગઝલ સાધનાનો નિષ્કર્ષ રજૂ કરતા શ્રદ્ધા, ઈશ્વર, પ્રેમ અને માનવ સહજ ચેષ્ટાઓને કેન્દ્રમાં રાખી ગઝલો પીરસી હતી. તેમની લોકપ્રિય રચનાઓ જેવી કે ''પીછાનો અમને'', ''ઘેન ચઢે છે'' અને ''તું કઈ વાડીની મૂળી'' રજૂ કરી સાહિત્ય રસિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ખાસ કરીને પાલનપુરી બોલીમાં રજૂ કરેલો ''ડખો'' સામાજિક કટાક્ષ અને રાજકારણ પરના તીખા પ્રહારોને કારણે શ્રોતાઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તેમણે પોતાના જીવનના પ્રેરણાદાયી કિસ્સાઓ વહેંચતા જણાવ્યું હતું કે, સાહિત્ય સાધના માત્ર કલા નથી, પરંતુ તે જીવનની અનુભૂતિ છે. એક શિક્ષક તરીકેના ઇન્ટરવ્યૂથી લઈને ટ્રેનની મુસાફરીમાં શાયરી પ્રેમીઓ તરફથી મળેલા આદરના સ્વાનુભવો દ્વારા તેમણે શબ્દ દેવતાની શક્તિનો પરિચય કરાવ્યો હતો. કાર્યક્રમના અંતમાં મુસાફિર સાહેબનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. મંચસ્થ મહાનુભાવ અશોકભાઈ વ્યાસ અને સંયોજક નગીનચંદ્ર ડોડીયાએ વક્તાનો કાવ્યાત્મક પરિચય આપ્યો હતો, જ્યારે રાજેશભાઈ પરીખે આભારવિધિ કરી હતી

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

પ્રખ્યાત ગઝલ ગાયક મુસાફિર પાલનપુરીએ શ્રીમંત ફતેહ સિંહરાવ પબ્લિક લાઈબ્રેરી ખાતે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા | Achira News