Achira News Logo
Achira News

પ્રાંતીજ તાલુકાનું અધૂરું ડ્રેનેજ કામ વેપારીઓ અને મોટરચાલકો માટે અંધાધૂંધીનું કારણ બને છે

Divya Bhaskar
પ્રાંતીજ તાલુકાનું અધૂરું ડ્રેનેજ કામ વેપારીઓ અને મોટરચાલકો માટે અંધાધૂંધીનું કારણ બને છે
Full News
Share:

પ્રાંતિજ તાલુકાના મજરા ચોકડી પાસે અધૂરા ગટરના કામથી વેપારીઓ અને વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. સર્વિસ રોડ પર ઠેર-ઠેર ભયાનક ખાડાઓ પડી ગયા છે. રાત્રિના સમયે વાહનચાલકો માટે આ રોડ પરથી પસાર થવું જોખમી બન્યું છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો અવારનવાર સ્લિપ ખાઈ રહ્યા છે. ખરાબ હાલત અને ઉડતી ધૂળને કારણે આસપાસના વેપારી વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રાહકો દુકાનો સુધી પહોંચી શકતા નથી. જેનાથી ધંધા પર માઠી અસર પડી રહી છે. સ્થાનિક રહીશો અને વેપારી મંડળની એક જ ઉગ્ર માંગ છે કે તંત્ર દ્વારા સત્વરે આ ગટર લાઇનનું યોગ્ય રિપેરિંગ કરવામાં આવે અને સર્વિસ રોડને ફરીથી વાહન વ્યવહાર લાયક બનાવવામાં આવે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

પ્રાંતીજ તાલુકાનું અધૂરું ડ્રેનેજ કામ વેપારીઓ અને મોટરચાલકો માટે અંધાધૂંધીનું કારણ બને છે | Achira News