નવી દિલ્હી/ઇન્દોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઇટીવી (iTV) નેટવર્કની એનએક્સટી (NXT) સમિટમાં સંબોધન કરતા ૧૯૩૦ની દાંડી કૂચને યાદ કરી ૧૪૦ કરોડ ભારતીયોના 'વિકસિત ભારત'ના સામૂહિક લક્ષ્ય પર ભાર મૂક્યો. તેમણે યુપીઆઇ (UPI)દ્વારા ડિજિટલ પેમેન્ટથી લઈને ઊર્જા સુરક્ષા (એલપીજી, સીએનજી, ઇથેનોલ) ક્ષેત્રે મળેલી ઐતિહાસિક સફળતાઓ વર્ણવી. આ ઉપરાંત, રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ખાતરના ભાવ નિયંત્રણ, આંતરિક સુરક્ષા (નક્સલવાદના ખાતમા) અને વૈશ્વિક નેતાઓ દ્વારા ભારત પર મૂકવામાં આવતા વિશ્વાસ વિશે વિસ્તૃત વાત કરી. અન્ય એક દુઃખદ ઘટનામાં, મધ્યપ્રદેશના ઇન્દોરમાં થયેલા અગ્નિકાંડમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે પીએમ મોદીએ સંવેદના વ્યક્ત કરી સહાયની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એનએક્સટી (NXT)સમિટમાં સંબોધન કરતા દેશના વિકાસ અને સુરક્ષા અંગે હુંકાર ભર્યો હતો. તેમણે ૧૯૩૦ની ઐતિહાસિક દાંડી કૂચની તુલના વર્તમાન સમયના'વિકસિત ભારત'ના વિઝન સાથે કરી હતી. તેમણે કહ્યું કે, ક્રિકેટના ટી-૨૦(T-20)વર્લ્ડ કપના સ્કોરની જેમ હવે નાગરિકો દેશના આર્થિક વિકાસની'રનિગ કોમેન્ટ્રી' ઈચ્છે છે. નેક્સ્ટ લેવલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિફોર્મ્સ પીએમ મોદીએ જણાવ્યું કે ભારત હવે માત્ર પ્રગતિ નથી કરી રહ્યું, પરંતુ 'નેક્સ્ટ લેવલ' પર પહોંચી ગયું છે. યુપીઆઇ (UPI) થકી ભારત આજે રિયલ-ટાઇમ ડિજિટલ વ્યવહારોમાં વિશ્વમાં મોખરે છે. જન ધન ખાતા દ્વારા ૫૦ કરોડથી વધુ નાગરિકોને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવા, કલમ ૩૭૦ નાબૂદ કરવી અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત જેવા ક્રાંતિકારી નિર્ણયો લેવાયા છે. અંતરિક્ષ, સેમિકન્ડક્ટર અને ક્વોન્ટમ મિશન દ્વારા ભારતે ટેકનોલોજીની નવી ઊંચાઈઓ સર કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ NXT શિખર સંમેલનમાં વિકસિત રાષ્ટ્ર માટે વિઝનની રૂપરેખા રજૂ કરી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.