Achira News Logo
Achira News

પ્રફુલ પટેલ મહારાષ્ટ્ર રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ પદની દાવેદારીને નકારી કાઢે છે.

Divya Bhaskar
પ્રફુલ પટેલ મહારાષ્ટ્ર રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ પદની દાવેદારીને નકારી કાઢે છે.
Full News
Share:

મહારાષ્ટ્રના સત્તાધારી નેશનલ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે ઉપ મુખ્ય મંત્રી અજિત પવારના દુઃખદ નિધન બાદ પાર્ટીના અધ્યક્ષપદની રેસમાં પોતે નથી, તે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે. મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના કેન્દ્રીય કાર્યાલયમાં અજિત પવ પ્રફુલ્લ પટેલે આ સાથે જ બંને રાષ્ટ્રવાદી કોંગ્રેસના જૂથ વચ્ચે વિલીનીકરણ અંગે ચાલી રહેલી ચર્ચાઓને પણ નકારી કાઢી. તેમણે કહ્યું કે, આ ક્ષણે અમારા સમક્ષ વિલીનીકરણનો કોઈ પ્રશ્ન નથી. હાલ પક્ષ અને પરિવાર સંબંધિત મુદ્દાઓને પ્રાથમિકતા આપવાની જરૂર છે. તેમના આ નિવેદન બાદ અજિત પવાર બાદ બંને ગૃપના એકીકરણની ચર્ચાઓને બ્રેક લાગી છે.આ પ્રસંગે પ્રફુલ્લ પટેલે જણાવ્યું કે, પક્ષના વરિષ્ઠ નેતાઓ સુનિલ તટકરે, છગન ભૂજબળ, હસન મુશ્રીફ, દિલીપ વળસે પાટીલ અને ધનંજય મુંડે સહિતના નેતાઓ સાથે તેઓ સુનેત્રા પવારના નિવાસે ગયા હતા. ત્યાં પરિવારજનોને સાંત્વના આપતાં તેમણે પક્ષ સુનેત્રા પવારના સંપૂર્ણ સહયોગમાં હોવાનું જણાવ્યું. પક્ષ અને જનતાની લાગણીને માન આપીને સુનેત્રા પવારે જવાબદારી સ્વીકાર્ય હોવાનું પણ તેમણે જણાવ્યું. પાર્ટીની આંતરિક સ્થિતિ અંગે બોલતા પ્રફુલ્લ પટેલે કહ્યું કે, પક્ષ એક સંસ્થા છે જેમાં વિધાનમંડળ અને સંગઠન એવા બે ભાગ છે. વિધાનમંડળની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, અને હવે સંગઠન સ્તરે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. કેટલાક લોકો બિનજરૂરી નિવેદનો આપી રહ્યા છે, પરંતુ પાર્ટી યોગ્ય દિશામાં અને યોગ્ય વ્યક્તિનો નિર્ણય લેશે.તેમણે સ્પષ્ટ કહ્યું કે, હું પક્ષાધ્યક્ષપદની કોઈ પણ રેસમાં નથી. મારા નામે ચાલી રહેલી ચર્ચાઓ ખોટી અને ભ્રામક છે. મનસે પ્રમુખ રાજ ઠાકરેના નિવેદનો પર પ્રતિક્રિયા આપતાં તેમણે કહ્યું કે, અમારા પક્ષના નિર્ણયો અમે જ લઈશું.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

પ્રફુલ પટેલ મહારાષ્ટ્ર રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ પદની દાવેદારીને નકારી કાઢે છે. | Achira News