પોરબંદરના દેગામ, તુંબડા અને નવાપરાની શાળાઓના રૂપિયા 4.94 કરોડના ખર્ચે નવા ઓરડાઓના કામનું કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું. પોરબંદર જિલ્લામાં શૈક્ષણિક સુવિધાઓના વિસ્તરણ માટે વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં વિવિધ શાળાઓમાં નવા ઓરડાઓના નિર્માણ માટે કુલ રૂ. 4.94 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. જેમાં દેગામ, તુંબડા, નવાપરા, જાવર અને કોલીખડા સ્થિત સરકારી શાળાઓમાં આધુનિક સુવિધાસભર નવા વર્ગખંડોના નિર્માણથી વિદ્યાર્થીઓને વધુ સુગમ અને વિસ્તૃત શૈક્ષણિક માહોલ મળશે. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે અને બજેટમાં સૌથી મોટો હિસ્સો શિક્ષણ માટે ફાળવે છે. પ્રાથમિક શિક્ષણ બાળકના જીવનનો મજબૂત પાયો હોવાથી તેમાં ગુણવત્તાસભર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જરૂરી છે.તેમજ અનેક આઈએએસ અને આઈપીએસ અધિકારીઓએ સરકારી શાળાઓમાં અભ્યાસ કરીને ઉચ્ચ સ્થાન હાંસલ કર્યું છે. આજકાલ સરકારી શાળાઓમાં લાયકાતપ્રાપ્ત અને અનુભવી શિક્ષકો, ડિજિટલ બોર્ડ તથા વિવિધ આધુનિક સગવડો સાથે ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા ‘નમો લક્ષ્મી’ જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે.આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડા ઓડેદરા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી તથા અગ્રણીઓ, આગેવાનો, સ્થાનિક નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કઈ સ્કૂલના ઓરડા બનાવવામાં આવશેકોલીખડાની સેકેન્ડરી સ્કૂલના રિપેરિંગ અને દેગામ પ્રાથમિક શાળા નવા ઓરડાનું અને તુંબડા સ્થિત શારદા વિદ્યામંદિરના નવા ઓરડાનું તુંબડા ખાતે કુલ રૂ. 301.44 લાખના ખર્ચે,ચિકાસ પ્રાથમિક શાળા, જાવર સેકન્ડરી સ્કૂલની રિપેરિંગ કામગીરી રૂ.193.10 લાખના ખર્ચે થશે.
પોરબંદર જિલ્લામાં શાળાના નવા ઓરડાઓનો શિલાન્યાસ કરાયો
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.