(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૯ :.. કલેકટરશ્રી એસ. ડી. ધાનાણીએ પત્રકાર પરીષદ યોજી મેળાની વિગતવાર રૂપરેખા આપી જણાવેલ કે,સરકારની વિવિધ વિભાગો અને જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી માધવપુરનો મેળો બનશે વધુ સુવિધાસભર બનાવાશે. આ મેળામાં વિશેષ પાર્કિંગ,સુવિધા,ટ્રાફિક ડાઇવર્ઝનની સુવિધા તેમજ ફુડ એન્ડ ક્રાફટ સ્ટોલ,આનંદનગરી સહિતના મેળાના આકર્ષણો ઉપલબ્ધ થશે. મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે અદ્યતન એરેના ટાઇપ સ્ટેડીયમ તૈયાર કરાયું છે. ભગવાન શ્રીકળષ્ણ અને દેવી રૂકમણીજીના પવિત્ર લગ્ન પ્રસંગના સ્મરણાર્થે યોજાતો સુપ્રસિદ્ધ માધવપુર ઘેડનો મેળો આ વર્ષે વધુ સુવિધાજનક અને વ્યવસ્થિત રીતે યોજાવા જઈ રહ્યો છે. રાજ્ય સરકારના રમતગમત,યુવા અને સાંસ્કળતિક પ્રવળત્તિઓ વિભાગ તેમજ પ્રવાસન વિભાગ દ્વારા પોરબંદર જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને આ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે,ત્યારે પોરબંદર જિલ્લા કલેક્ટરશ્રી એસ.ડી. ધાનાણી દ્વારા પત્રકાર પરીષદ યોજીને મેળાની સંપુર્ણ રૂપરેખા આપવામાં આવી હતી. આગામી ૨૭ માર્ચથી ૩૧ માર્ચ દરમિયાન આયોજિત આ મેળા અંગે માહિતી આપતા પોરબંદર જિલ્લા કલેક્ટર શ્રી એસ. ડી. ધાનાણીએ જણાવ્યું હતું કે,જિલ્લા વહીવટી તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય મેળામાં ઉમટતા લાખો શ્રદ્ધાળુઓની સુખાકારી અને મોકળાશમાં વધારો કરવાનો છે. મેળાના પાછલા વર્ષોના અનુભવોથી મેળા ગ્રાઉન્ડમાં લોકોને સ્પેસ ઓછી હોવાથી અગવડતા પડતી હોવાનુ ધ્યાને આવતા લોકોને વધુ સુવિધાઓ મળે તે માટે આ વખતે મેળાના લે-આઉટમાં નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા છે,જેથી લોકો ભીડભાડ વગર સરળતાથી હરી-ફરી શક્શે.
પોરબંદરનો માધવપુર મેળો સુધારેલી સુવિધાઓ સાથે યોજાશે
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.