Achira News Logo
Achira News

પોરબંદરના રહેવાસીએ મ્યુનિસિપલ કોર્પોરેશનને બોખીરા વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓની સમસ્યાઓનું સમાધાન કરવા વિનંતી કરી

Divya Bhaskar
પોરબંદરના રહેવાસીએ મ્યુનિસિપલ કોર્પોરેશનને બોખીરા વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓની સમસ્યાઓનું સમાધાન કરવા વિનંતી કરી
Full News
Share:

પોરબંદર શહેરના બોખીરા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ અંગેના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવા ભાજપના પૂર્વે સુધરાઈ સભ્ય દ્વારા કમિશનર રજુઆત કરી છે. પોરબંદર મહાનગરપાલિકા બન્યાને એક વર્ષ થયું ત્યારે યુવા મોરચાના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સુધરાઈ સભ્ય અજય બાપોદરાએ મ્યુનિસિપલ કમિશનરને પોતાના વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ અંગેના પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવા માટે રજૂઆત કરી હતી. અજય બાપોદરા એ જણાવ્યું હતું કે ખાસ કરીને આરોગ્ય અને શિક્ષણ માટે નવી આંગણવાડી , લાયબ્રેરી અને મોટો વિસ્તાર એવા બોખીરામાં મોટું આરોગ્ય કેન્દ્ર સ્થાપવામાં આવે, બગીચા તથા સ્વીમીંગ પુલ અને સ્પોર્ટ્સની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે,તુંબડા,બોખીરા ,જયુબેલી માં જ્યાં જ્યાં રસ્તાઓનું સમારકામ કરવું પડે ત્યાં રસ્તાઓનું સમારકામ કરવામાં આવે અને જ્યાં જ્યાં ભૂગર્ભ ગટર નથી ત્યાં ત્યાં ભૂગર્ભ ગટરની વ્યવસ્થા કરવામાં આવે,જનકપુરીના રસ્તાઓનું અને પાણીનું કાયમી નિરાકરણ કરવામાં આવે. વરસાદ દરમિયાન બોખીરામાં ઉપરવાસનું પાણી ગામમાં થઈને દરિયામાં જાય છે. જો વરસાદી પાણી નો કાયમી માટે નિકાલ કરવા માટે જીયોગ્રાફીકલ સર્વે કરી અને પાણી સીધું દરિયા માં જાય તેવું વ્યસ્વથા કરવા,પાણીની ભવિષ્યની યોજના માટે નવો સંપ ટાંકો અને લાઇનોનું કામ કરવા રજૂઆત કરવામાં આવી હતી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

પોરબંદરના રહેવાસીએ મ્યુનિસિપલ કોર્પોરેશનને બોખીરા વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓની સમસ્યાઓનું સમાધાન કરવા વિનંતી કરી | Achira News