પોરબંદરમાં મહતમ તાપમાન 2 ડિગ્રી વધીને 33 ડિગ્રીએ પહોંચ્યું છે જ્યારે લઘુતમ તાપમાન 16 ડિગ્રી અને ભેજનું પ્રમાણ 15 ટકા ઘટીને 30 ટકા નોંધાયું છે ત્યારે લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે. પોરબંદરમાં બપોરે ગરમીનો અનુભવ થાય છે અને મોડી રાત્રે ગુલાબી ઠંડી ગઈકાલે સોમવારે મહતમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું હતું અને લઘુતમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 45 ટકા નોંધાયું હતું જેની સામે મંગળવારે મહતમ તાપમાન 2 ડિગ્રી વધીને 33 ડિગ્રી નોંધાયું છે અને લઘુતમ તાપમાન 1 ડિગ્રી ઘટીને 16 ડિગ્રી નોંધાયું છે જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 15 ટકા ઘટીને 30 ટકા નોંધાયું છે. તાપમાનમાં વધારો થતા ઠંડીમાં રાહત મળી છે. બપોરે ગરમી અને રાત્રે વાતાવરણમાં ઠંડકનો અનુભવ થતા લોકો મિશ્ર ઋતુનો અહેસાસ કરી રહ્યા છે.
પોરબંદરનું હવામાનઃ અણધાર્યું તાપમાન મિશ્ર મોસમ લાવે છે
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.