Achira News Logo
Achira News

પોરબંદરમાં જીવતા દફનાવવામાં આવેલા નવજાત શિશુના રહસ્યમય મૃત્યુનો પોલીસે ઉકેલ કાઢ્યો

Akila News
પોરબંદરમાં જીવતા દફનાવવામાં આવેલા નવજાત શિશુના રહસ્યમય મૃત્યુનો પોલીસે ઉકેલ કાઢ્યો
Full News
Share:

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. પઃ ઓડદર પાસે હાઇવે સાઇડ નવજાત શિશુને જમીનમાં જીવતા દાટી દઇને હત્‍યા કરાયાનો ભેદ પોલીસે ઉકેલીને આ બનાવમાં રીસામણે બેઠેલી પરીણિતા સહિત ત્રણ સામે ગુન્‍હો નોંધ્‍યો છે. મુળ મંડેર અને હાલ ચિંગારિયા ગામમાં રહેતા વિપુલભાઇ કાનાભાઇ વાસણ (કોળી) એ માધવપુર પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ કે, તેની રિસામણે બેઠેલી પત્‍ની જાગૃતિ (મૂળુભાઇ જીવાભાઇ વાજાની પુત્રી) સાથે શારીરિક સંબંધ બાંધ્‍યો ન હોય છતાં બાળકને જન્‍મ આપીને બાળકને જીવતા જમીનમાં દાટીને બાળકની હત્‍યા કરી નાખી હતી. આ પોલીસ ફરિયાદમાં જણાવેલ કે, બાળકની હત્‍યામાં પત્‍ની જાગૃતિને મદદગારીમાં દૂધીબેન મુળુભાઇ રે. મંડેર તથા હિતેષ ખીમાણી રહે. દોલતગઢવાળા સામેલ હતાં. પત્‍ની રિસામણે ગયા બાદ પ્રેમીકા સાથે રંગરેલીયા મનાવતા પત્‍ની ગર્ભવતી થયેલ અને બાળકને જન્‍મ આપ્‍યો હતો. આ પાપ છુપાવવા ઓડદર નજીક હાઇવે સાઇડ જમીનમાં બાળકને દાટી દઇને બાળકની હત્‍યા કરી નાખી હતી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

પોરબંદરમાં જીવતા દફનાવવામાં આવેલા નવજાત શિશુના રહસ્યમય મૃત્યુનો પોલીસે ઉકેલ કાઢ્યો | Achira News