Achira News Logo
Achira News

પાલનપુરના રહેવાસીઓએ ગેસ ગળતરની ઘટના બાદ કાટમાળ દૂર કરવાની માંગ કરી

Divya Bhaskar
પાલનપુરના રહેવાસીઓએ ગેસ ગળતરની ઘટના બાદ કાટમાળ દૂર કરવાની માંગ કરી
Full News
Share:

પાલનપુરમાં બે વર્ષ અગાઉ માલણ દરવાજા વિસ્તારમાં આવેલા ભંગારવાડામાં ગેસ કટર માટે ઉપયોગમાં લેવાતા એસિટિલિન ગેસની બોટલ લીકેજ થતાં 100થી વધુ લોકોને અસર થઇ હતી. જે પછી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ત્રણ ભંગારવાડા શહેરથી દૂર ખસેડી દેવાયા હતા. તેમજ અન્ય 10 ભ દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા આ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેતાં વર્તમાન સમયે માલણ દરવાજા વિસ્તારમાં પોલીટેકનિક કોલેજ સ્ટેન્ડની બાજુમાં, સ્મશાનની સામે, માલણ દરવાજા ચોકડીની સામે, મીરા દરવાજા કબ્રસ્તાનની બાજુમાં, જનતાનગર ચાર રસ્તાની બાજુમાં તેમજ હાઇવે એરોમા ફેકટરી નજીક ગેરકાયદે ભંગારવાડા જોવા મળી રહ્યા છે. જ્યાં પુન: હોનારતથી લોકો મુશ્કેલીમાં મુકાય તે પહેલા ભંગારવાડા દૂર કરવા જોઇએ તેવું શહેરીજનો ઇચ્છી રહ્યા છે. રહેણાંક મકાનોથી 500 મીટર, શહેરથી 1 કિ.મી. દૂર ભંગારવાડો રાખવાનો નિયમસામાન્ય રીતે ભંગારવાડો રહેણાંક વિસ્તારથી ઓછામાં ઓછું 500 મીટર અને શહેરની મ્યુનિસિપલ હદથી લગભગ 1 કિલોમીટર દૂર હોવો જોઈએ એવી માર્ગદર્શિકા અમલમાં છે. સ્કૂલ, હોસ્પિટલ અને બજાર જેવી સંવેદનશીલ જગ્યાથી પણ યોગ્ય અંતર રાખવું જરૂરી છે. ભંગારવાડામાં ગેસ સિલિન્ડર, ઓઇલ, વાહન કટિંગ કે વેલ્ડિંગ થતું હોય તો દુર્ઘટનાનો ખતરો વધારે રહે છે. આ કારણે મ્યુનિસિપાલિટી અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી પણ ફરજિયાત છે. :> બિપીન ઠાકોર (નિવૃત નાયબ મામલતદાર, પાલનપુર) ભંગારવાડા દૂર થશે: પ્રમુખપાલનપુર શહેરમાં જે ગેરકાયદે ભંગારવાડા છે તે જમીન સીટી મામલતદાર કચેરી દ્વારા શ્રી સરકાર થયેલી છે. જેથી પાલિકા સીધી કાર્યવાહી કરી શકતી નથી. મામલતદાર અધિકારીના આદેશથી ભંગારવાડા શહેરથી દૂર ખસેડવામાં આવશે. > ચિમનભાઇ સોલંકી ( પ્રમુખ, પાલિકા,)

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

પાલનપુરના રહેવાસીઓએ ગેસ ગળતરની ઘટના બાદ કાટમાળ દૂર કરવાની માંગ કરી | Achira News