વલસાડ સિટી પોલીસ સ્ટાફના એ.ડી.પાલવા તેમની ટીમ સાથે મોડી રાત્રે નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસ મથકના જમાદાર ભાવેશ રમણલાલને અબ્રામા પોલીસ હેડ ક્વોર્ટર નજીક બીએસએનએલ ઓફિસમાં કેટલાક ઇસમોનો અવાજ આવી રહ્યો છે અ્ને ત્યાં દારૂની મહેફિલ ચાલી રહી છે તેવી જેણી જાણ કરવામાં આવતા સિટી પોલીસની ટીમે તાત્કાલિક અબ્રામા હેડ ક્વોર્ટર પોસ્ટ ઓફિસની બાજૂમાં આવેલી બીએસએનએલની ઓફિસે પહોંચી ગઇ હતી.જ્યાં તપાસ કરી દરવાજો ખોલી જોતાં રૂમમમાં બે ઇસમ ટેબલ પાસે દારૂની બોટલો સાથે નશાની હાલતમાં મળી આવ્યા હતા. બ્રેથ એનેલાઇઝરથી ચેક કરતાં બંન્ને પીધેલા માલૂમ પડ્યા હતા.જેમની પૂછપરછ કરતાં અબ્રામ સ્થિત પોલીસ હેડક્વોર્ટર નજીક રહેતાં રાકેશ કોરી ઉ.42 અને રમેશચંદ્ર કોરી ઉ.40 ,બંન્ને રહે.તુલસીવન સોસાયટી,ગીતા શોપ સામે,પોલીસ હેડક્વોર્ટર નજીક,અબ્રામાના હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે અબ્રામામાં બી. એસ. એન. એલ. ઓફિસમાં દારૂના નશામાં ધૂત યુગલનો પર્દાફાશ કર્યો
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.