રાજકોટ તા.૨૧: ગુના નિવારણ શાખાના પોલીસ ઇન્સપેકટર પી.આર. ડોબરીયાએ પ્રિંયક રમેશભાઇ કારીયા અને તેના પત્ની ડિમ્પલ કારીયાએ ભંગારના ધંધામાં સારા વળતરની લાલચે કરેલી છેતરપીંડીની તપાસ આદરી છે. આ ગુના સંદર્ભે તેમણે જાહેર જનતા જોગ અપીલ કરતા જણાવ્યુ છે કે, ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૧૮(૪) તથા જી. પી.આઈ.ડી. કલમ-૩ મુજબના ગુન્હાના કામે આરોપીઓ (૧)પ્રિયંકભાઇ રમેશભાઇ કારીયા (૨)ડીમ્પલ વા/ઓ પ્રિયંકભાઈ કારીયા રહે.બંને રૂદ્ર એપાર્ટમેન્ટ ત્રીજો માળ ફ્લેટ નં ૩૦૧ ઓમનગર પાર્ટ-એ અમળતધારા ડેરી વાળી શેરી ઓમનગર સર્કલ પાસે,૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ નાઓએ (૧) ‘‘શ્રી ગીરીરાજ વાસણ'' (૨)‘‘શ્રી દ્વારકાધીશ વાસણ'' નામની પેઢીઓમાં સ્ક્રેપના ધંધામાં રોકાણ કરવાથી સારૂ વળતર મળશે તેમ લાલચ આપી રોકાણકારો પાસેથી રોકાણ કરાવી રોકાણકારોને અમુક સમય સુધી વળતર ચુકવી બાદમાં વળતર આપવાનુ બંધ કરી દીધેલ અને અમુક રોકાણકારોને મુડી કે વળતર ચુકવેલ ન હોય જે સબંધમાં ઉપરોકત ગુનો દાખલ થયેલ છે. જે ગુનાની તપાસ અમારા હસ્તક ચાલુ છે. રાજકોટ શહેર કે અન્ય જીલ્લા કે ગામડાના કોઇ આમ નાગરીકોએ આરોપીઓના કહેવાથી ઉપરોકત પેઢીઓમા રૂપીયાનું રોકાણ કરેલ હોય અને ભોગ બનેલ હોય તો જરૂરી આધાર પુરાવા સાથે આર્થિક ગુન્હા નિવારણ શાખા, ચોથો માળ. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, જામનગર રોડ, રાજકોટ શહેર ખાતે દિન-૦૩ માં ઉપર આપેલ મોબાઈલ નંબર પર સંપર્ક સાધવા આમ નાગરીકોને જાણ કરવામાં આવે છે. (સંપર્કઃ પી.આર.ડોબરીયા,પોલીસ ઇન્સપેકટર આર્થિક ગુના નિવારણ શાખા રાજકોટ શહેર. મો.નં.૯૯૭૮૧ ૯૪૬૬૧)
પોલીસ ઇન્સ્પેક્ટર સ્ક્રેપ બિઝનેસ છેતરપિંડીની તપાસ કરે છે
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.