Achira News Logo
Achira News

પોલીસે સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખાણકામની કામગીરીનો પર્દાફાશ કર્યો, કોલસો અને મશીનરી જપ્ત કરી

Sandesh
પોલીસે સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખાણકામની કામગીરીનો પર્દાફાશ કર્યો, કોલસો અને મશીનરી જપ્ત કરી
Full News
Share:

સાયલા તાલુકામાં બ્લેક્ટ્રેપ, કાર્બોસેલ, રેતી જેવા કિંમતી ખનીજના ભૂમાફ્યિાઓ દ્વારા કરાતા ગેરકાયદે ખનન સામે થોડા સમયથી તંત્ર આકરા પાણીએ જોવા મળી રહ્યું છે. ત્યારે સ્થાનિક પોલીસની ટીમ દ્વારા બાતમીના આધારે છેવાડાના ચોરવીરા ગામની સીમમાં કુવાઓ ગાળી તેમાંથી કાર્બોસેલ(કોલસો) ઉલેચવાના ચાલી રહેલા કારસ્તાન પર ઓચિંતો છાપો મારતાં મોટા પાયે થતું ખનીજનું ખોદકામ ઝડપાઇ જવા પામ્યું હતું. સાયલા પીઆઇ વાય. જી. ઉપાધ્યાય તથા સ્ટાફ્ દ્વારા કરાયેલ દરોડામાં ગેરકાયદે ખનન કરી રહેલા તત્વોમાં નાસભાગ મચી જવા પામી હતી. તંત્ર દ્વારા સ્થળ પરથી ખોદકામ માટે લવાયેલા બે ટ્રેક્ટરો, એક લોડર, જનરેટર, 10 લોખંડના પાઇપ, 5 બકેટ તેમજ આશરે 180 મેટ્રિક ટન બહાર કાઢેલો કોલસો સહિત 30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ દ્વારા આ મામલે તમામ મુદ્દામાલ સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગને સોંપી ગેરકાયદે ખનન અને વહન કરવામાં સામેલ તત્વોની શોધખોળ હાથ ધરતા ખનીજ માફીયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયાં છે. છેલ્લા એક સપ્તાહ દરમ્યાન તંત્ર દ્વારા ખનીજ માફીયાઓ ને અંકુશમાં લેવા માટે સુદામડા સીમમાંથી બ્લેક્ટ્રેપની કરોડોની ખનીજ ચોરી ઝડપી લેવા સાથે ચોરવીરા તેમજ ઈશ્વરીયામાં ચાલતા કાર્બોસેલના ખોદકામ પર કરેલા દરોડામાં 8 કુવા ઝડપી લાખોનો મુદ્દામાલ જપ્ત કરતા ભૂમાફ્યિા આલમમાં દોડધામ મચી જવા પામી છે. પોલીસ, ખનીજ વિભાગના અનેક દરોડા છતાં ખનીજ માફીયાઓ સુધરવાનું નામ લેતાના હોય તેમ છેલ્લા 1 સપ્તાહમાં ચોથા દરોડાથી માથું કાઢી ગયેલા તત્વોને પ્રશાસનનો લગીરે ડર ના રહ્યો હોય તેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે તાલુકામાં અંદાજે રૂ. ૮.૧૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સી.સી. રોડના કામનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ અન્વયે લીંબડીના સ્વામિનારાયણ મંદિરથી ઉંટડી પુલ સુધી તથા જગદીશ આશ્રમ બાયપાસ રોડ પર આ સી.સી. રોડનું નિર્માણ કરવામાં આવશે. 'વિકાસપથ યોજના' અંતર્ગત તૈયાર થનારા આ માર્ગ ઉપર સુરક્ષા અને સુવિધા માટે ડિવાઈડર, સ્ટ્રીટ લાઈટ, આર.સી.સી. ગટર અને રાહદારીઓ માટે ફુટપાથ જેવી આધુનિક સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર રાજ્યના છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચાડવા માટે કટિબદ્ધ છે. રસ્તાઓ એ કોઈપણ વિસ્તારના વિકાસની ધમની સમાન છે. આ ગુણવત્તાયુક્ત માર્ગો બનવાથી સ્થાનિક ખેડૂતોને પોતાનો પાક બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે અને વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગની અવરજવર પણ સુગમ બનશે. વધુમાં, તેમને આ કાર્ય સમયમર્યાદામાં અને શ્રેષ્ઠ ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે માટે સંબંધિતોને સૂચનાઓ પણ આપી હતી. આ નવા રસ્તાઓના નિર્માણથી લીંબડી અને આસપાસના અનેક ગામોના લોકોને સીધો ફાયદો થશે. તેનાથી વાહનચાલકોના સમય અને ઇંધણ બંનેની બચત થશે અને વિસ્તારના આર્થિક-સામાજિક વિકાસને નવી ગતિ મળશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના સંતો-મહંતો, તાલુકાના અગ્રણીઓ, સ્થાનિક પંચાયતના હોદ્દેદારો, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Banaskantha News : બનાસકાંઠામાં ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ઘર્ષણનો કેસ, વાંધાજનક પોસ્ટ ન કરવા SPએ આપી સૂચના બનાસકાંઠાના ભાભરના રૂની ગામે પોલીસ એક્શનમાં આવી છે અને ચૌધરી અને રબારી સમાજ વચ્ચે થયેલા ઘર્ષણને લઈ પોલીસ એકશન મોડમાં છે અને SP ચિંતન તરૈયાની આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી અને અનિચ્છનીય બનાવ રોકવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ, વાંધાજનક પોસ્ટ ન કરવા એસપીએ સૂચના આપી છે અને શાંતિ અને ભાઈચારો જાળવવા કડક સૂચના આપવામાં આવી છે. ભાભર તાલુકાના રૂની ગામે જીલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા દ્વારા શાંતિ સલામતી માટે સર્વ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી અને આ બેઠકમાં રૂની ગામના સર્વ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેમજ ગામમાં શાંતિ જળવાઈ રહે તે હેતુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ, તેમજ સોશિયલ મીડિયા થકી કોઈ ખોટો પ્રચાર ના ફેલાય કોઈ પણ જ્ઞાતિ કે ધર્મ વિરોધ વાંધાજનક પોસ્ટ ન કરવા જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા દ્વારા સૂચના આપવામાં આવી છે. ઓગડના ઉણ ગામમાં થયેલ બબાલમાં પોલીસે કરી મોટી કાર્યવાહી અને પોલીસે ફરિયાદ નોંધી છે, પોલીસે અલગ અલગ ટીમો બનાવી હુમલો કરનાર ટોળામાં સંડોવાયેલા લોકોને ઝડપી પાડવા તજવીજ હાથધરી છે, પોલીસે કરી સ્થાનિક આગવેનો સાથે બેઠક અને સર્વે સમાજના આગેવાનો બેઠકમાં રહ્યા હાજર જેમાં શાંતિ જાળવવા પોલીસે કરી સ્થાનિકોને અપીલ અને હુમલો કરનાર સામે કડક કાર્યવાહીની સ્થાનિકોની માગ છે, ઉણ ગામમાં હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. ઘટનાની જાણ થતા જિલ્લા ડીવાયએસપી સહિત પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઉણ ગામે દોડી આવ્યો હતો. સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના બે સેલ છોડયા હતા અને લાઠીચાર્જ કરીને બેકાબૂ બનેલા ટોળાને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા તેમજ તાલુકા ભરની પોલીસનો મોટો કાફલો બંદોબસ્ત માટે ઉણ ગામે ઉતારી દેવામાં આવ્યો છે. અચાનક ઊભી થયેલી સ્થિતિ બાદ હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ પણ જાતનો અનિચ્છનિય બનાવ ન બને માટે પરિસ્થિતિ ઉપર નજર રખાઈ રહી છે. આ પણ વાંચો : Amreli News : અમરેલીના લુધીયા ગામમાં 4 ઇંચ વરસાદ પડતા ખેતીને મોટુ નુકસાન, સુડાવડ ગામના ખેતરોમાં નદીની જેમ વહ્યા વરસાદી પાણી અમરેલીના લુધીયા ગામમાં 4 ઇંચ વરસાદ પડતા ખેતીના પાકને નુકસાન થયું છે અને સુડાવડના ખેતરોમાં નદીની જેમ પાણી વહ્યાં હતા, સમઢીયાળામાં કરા સાથે વરસાદથી નુકસાન થયું છે અને કમોસમી વરસાદથી ઘઉં અને ચણાના પાકને નુકસાન થયું છે, ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગ કરી છે. બગસરા તેમજ સાપર સુડાવડ મોટા મુંજયાસર નાના મુંજયાસર તેમજ રફાળામાં પણ વરસાદ પડયો હતો, આમ બગસરા પંથકમાં પવન સાથે 2 ઈંચથી 4 ઈંચ વરસાદ પડયો હતો જેના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું છે, તો બીજી તરફ ઘઉં, ચણા, ધાણાના પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના તૈયાર થયેલા પાક પર કુદરતનો માર પડયો છે. ગુજરાતમાં કમોસમી વરસાદથી 5 લાખ હેકટરથી વધુ પાકમાં નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે, શિયાળુ પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, સૌરાષ્ટ્રમાં ચણા, કેરીના પાકને નુકસાનની ભીતિ છે, દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને નુક્સાનની ભીતિ છે તો ઉ.ગુજરાતમાં જીરુ, ઘઉં, વરિયાળીનો પાકમાં મહત્તમ નુકસાન આવ્યું છે, તલ અને રાયડાના પાકને નુકસાનીનો ડર છે અને મધ્ય ગુજરાતમાં ઘઉં, ચણાના પાકને નુકસાનીનો ડર છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમરેલી, રાજકોટમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે જેમાં બગસરામાં 1.61 ઇંચ, ચોટીલામાં 1.54 ઇંચ વરસાદ નોંધાયો છે, રાજકોટ શહેર અને ભેસાણમાં 1.38 ઇંચ વરસાદ અને અન્ય જિલ્લામાં પણ સામાન્ય વરસાદ નોંધાયો છે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખાની મોટી કામગીરી, વેપારી પાસેથી 2 કરોડ ઉપરના કાપડની ખરીદી કરી રૂપિયા પરત ના કરતા નોંધાયો ગુનો

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

પોલીસે સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખાણકામની કામગીરીનો પર્દાફાશ કર્યો, કોલસો અને મશીનરી જપ્ત કરી | Achira News