Achira News Logo
Achira News

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માટે ભાજપે બીજી યાદી જાહેર કરીઃ મોટા ફેરફારો અને નવા ચહેરાઓ

Akila News
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માટે ભાજપે બીજી યાદી જાહેર કરીઃ મોટા ફેરફારો અને નવા ચહેરાઓ
Full News
Share:

કોલકાતા:પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માટે ભારતીય જનતાપાર્ટીએતેની બીજી યાદી જાહેર કરીને વિરોધપક્ષોનીઊંઘ ઉડાવી દીધી છે. આ યાદીમાં સૌથી વધુ ચર્ચાબિષ્ણુપુરબેઠકની થઈ રહી છે,જ્યાંભાજપે છેલ્લી ઘડીએ મોટો ફેરફાર કર્યો છે. અગાઉ જાહેર કરાયેલા અગ્નિશ્વર નાસ્કરનું પત્તું કાપીને પક્ષે હવેવિશ્વજીત ખાનને ટિકિટ આપી છે. આ ફેરબદલ પાછળ સ્થાનિક સમીકરણો અને જીતવાની ક્ષમતાને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. પ્રથમ યાદીમાં 144નામોબાદ હવે વધુ 111 ઉમેદવારો જાહેર થતા ભાજપે બંગાળના ગઢમાં મજબૂત કિલ્લેબંધી કરી લીધી છે. આ બીજી યાદીમાં પક્ષે ગ્લેમર અને અનુભવનો અદભૂત સમન્વય કર્યો છે. જાણીતી અભિનેત્રીરૂપા ગાંગુલીને સોનારપુર દક્ષિણથી મેદાનમાં ઉતારીને ભાજપે મહિલા મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે, તો માથાભંગાથી કદાવર નેતાનિસિથ પ્રામાણિકઅને બેરકપોરથી કૌસ્તવ બાગચી જેવા લડાયક ચહેરાઓને ટિકિટ આપીને જંગને હાઈ-પ્રોફાઈલ બનાવી દીધી છે. આ ઉપરાંત, સંદેશખાલી આંદોલનનો ચહેરો બનેલારેખા પાત્રાને હિંગલગંજથી ઉમેદવાર બનાવી ભાજપે તૃણમૂલ કોંગ્રેસને ભીંસમાં લેવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી હોય તેમ જણાય છે. પશ્ચિમ બંગાળમાં સત્તાનું સિંહાસન મેળવવા માટે બે તબક્કામાં એટલે કે23 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. ભાજપની આ આક્રમક રણનીતિ સામે મમતા બેનર્જીનો કયો 'ખેલ' કામ લાગશે તે જોવું રસપ્રદ રહેશે. પ્રિયંકા તિબ્રેવાલ એન્ટાલીથી અને તાપસ રોય માનિકતલાથી ચૂંટણી લડવાના હોવાથી કોલકાતાની આસપાસની બેઠકો પર રસાકસી જામશે. તમામ 255 ઉમેદવારોના ભાવિનો ફેંસલો4 મે, 2026ના રોજ મતગણતરી બાદ થશે, જે નક્કી કરશે કે બંગાળમાં 'પરિવર્તન' આવશે કે 'દીદી'નું શાસન યથાવત રહેશે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માટે ભાજપે બીજી યાદી જાહેર કરીઃ મોટા ફેરફારો અને નવા ચહેરાઓ | Achira News