Achira News Logo
Achira News

પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત યોજનાઓ અને પ્રોત્સાહનોને આગળ લાવે છે

Akila News
પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત યોજનાઓ અને પ્રોત્સાહનોને આગળ લાવે છે
Full News
Share:

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રચંડ વિજય સાથે જ હવે રાજ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની 'ડબલ એન્જિન' તાકાત જોવા મળશે. અત્યાર સુધી મમતા બેનર્જીએ જે મહત્વની યોજનાઓ પર રોક લગાવી હતી, તેનો માર્ગ મોકળો થયો છે. ખાસ કરીને આયુષ્માન ભારત યોજના લાગુ થતા હવે બંગાળના લાખો ગરીબ પરિવારોને ₹5 લાખ સુધીની મફત સારવાર મળશે, જે અત્યાર સુધી રાજકીય ખેંચતાણને કારણે અટકી પડી હતી. ખેતી અને માછીમારીના ક્ષેત્રમાં પણ હવે મોટા પરિવર્તનો આવશે. પીએમ પાક વીમા યોજના દ્વારા કુદરતી આપત્તિ સામે ખેડૂતોને આર્થિક સુરક્ષા કવચ મળશે, જ્યારે પીએમ મત્સ્ય સંપદા યોજના માછીમારોની આવક બમણી કરવામાં મદદરૂપ થશે. ઉપરાંત, ઉત્તર બંગાળના ચાના બગીચાના કામદારો માટે વિશેષ પ્રોત્સાહન યોજના લાગુ કરી ભાજપે ચૂંટણી દરમિયાન આપેલું મોટું વચન પૂરું કરવાની દિશામાં ડગ માંડ્યું છે. રહેઠાણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો, પીએમ આવાસ યોજના હેઠળ હવે પાકા મકાનોના નિર્માણમાં તેજી આવશે. કેન્દ્ર અને રાજ્યમાં એક જ પક્ષની સરકાર હોવાથી ફંડમાં થતી અનિયમિતતાઓ દૂર થશે અને ગરીબોના ઘરના સપના ઝડપથી સાકાર થશે. આ યોજનાઓ માત્ર સરકારી આંકડા નથી, પરંતુ બંગાળના સામાન્ય નાગરિકોના જીવનધોરણમાં મોટો ઉછાળો લાવનારી જાદુઈ છડી સાબિત થશે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત યોજનાઓ અને પ્રોત્સાહનોને આગળ લાવે છે | Achira News