કોલકત્તા તા.૫: પશ્ચિમબંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬માં મમતા બેનર્જીના નવ મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો છે. મમતા બેનર્જી ૨૦૧૧ થી મુખ્યમંત્રી હતા અને તેમની સામે એંટી ઇનકંબેંસી જોવા મળતી હતી. તેમણે આનો સામનો કરવા માટે તમામ પ્રયાસો કર્યા, પરંતુ કંઈ કામ આવ્યું નહીં. મમતા બેનર્જી સરકારમાં મંત્રી રહેલા નવ નેતાઓને આ વખતે હારનો સામનો કરવો પડ્યો. પヘમિ બંગાળમાં બંને તબક્કામાં મતદાન ૯૦ ટકાથી વધુ થયું, જેનાથી રાજ્યમાં સૌથી વધુ મતદાનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ભાજપે મતદાન પછી જીતનો દાવો કર્યો હતો અને કહ્યુ હતુ કે લોકોએ ટીએમસીના વિરુદ્ધમાં ભારે મતદાન કર્યું છે. દરમિયાન ટીએમસીએ દાવો કર્યો કે લોકો તેમના મત ગુમાવવાના ડરથી મતદાન કરવા માટે તેમના ઘરોમાંથી બહાર આવ્યા હતા. જોકે જ્યારે પરિણામો આવ્યા ત્યારે એ સ્પષ્ટ થઈ ગયું કે બંગાળમાં સત્તા વિરોધી લહેરથી મતદાન થયું હતું. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શશી પાંજા શ્યામપુકુર વિધાનસભામાંથી હારી ગયા. લાઇબ્રેરી મંત્રી સિદ્દીકુલ્લાહ ચૌધરી મંતેશ્વરથી હાર્યા.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.