Achira News Logo
Achira News

પશ્ચિમી વિક્ષેપ ઉત્તર-પશ્ચિમ ભારતમાં શીત લહેર લાવશે

Akila News
પશ્ચિમી વિક્ષેપ ઉત્તર-પશ્ચિમ ભારતમાં શીત લહેર લાવશે
Full News
Share:

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૩ આગામી ૬-૭ ફેબ્રુઆરીએ દેશના ઉત્તર પヘમિ વિસ્‍તારોમાં ફરી એક નવું વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ દસ્‍તક દેનાર છે. એ સમયગાળામાં ફરી ઠંડી ગાયબ થયાની અનુભૂતિ બે થી ત્રણ દિવસ રહેવાની છે. રાજયનું આજનું વાતાવરણ કેવું રહેવાનું છે તે અંગે નિષ્‍ણાતોના અભિપ્રાયો જાણીએ તો સ્‍કાયમેટના વીપી મહેશ પલાવત જણાવે છે કે, ગુજરાતમાં આજે તાપમાન ઉંચુ જ નોંધાયેલું રહેશે તથા પુરા ગુજરાતમાંકયાંય વરસાદની સંભાવના નથી. આથી થોડું વિપરીત વિશ્‍લેષણ ભૂતકાળમાં સ્‍કાયમેટ સાથે જોડાયેલા રહેલા અને હાલ ‘માૌસમતક' વેધર ચેનલના ફાઉન્‍ડર દેવેન્‍દ્ર ત્રિપાઠી તેઓના એનાલીસીસમાં ગુજરાતમાં આજે કેવું વાતાવરણ રહેશે? એ અંગે જણાવે છે કે, ગુજરાતના ઉત્તરના ભાગો અર્થાત મધ્‍ય ગુજરાતના ઉપરના અડધા ગુજરાતમાં ઉત્તરશના પવનો વહેશે જેથી રાજના ઉત્તરના અડધા વિસ્‍તારોમાં ઠંડી વધશે, તાપમાન નીચું જશે અને મહારાષ્‍ટ્ર તથા રાજસ્‍થાન સાથે જોડાયેલા ગુજરાતના કોઇ વિસ્‍તારોમાં હળવા વરસાદની સંભાવના રહેશે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

પશ્ચિમી વિક્ષેપ ઉત્તર-પશ્ચિમ ભારતમાં શીત લહેર લાવશે | Achira News