Achira News Logo
Achira News

પશ્ચિમી વિક્ષેપ ઉત્તર ભારતમાં કમોસમી હિમવર્ષા અને વરસાદ લાવે છે

Akila News
પશ્ચિમી વિક્ષેપ ઉત્તર ભારતમાં કમોસમી હિમવર્ષા અને વરસાદ લાવે છે
Full News
Share:

ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. હિમાલયના વિસ્તારોમાં ભારે બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદને કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. માર્ચ મહિનામાં અચાનક વધી રહેલી ગરમી પર આ વરસાદે બ્રેક લગાવી દીધી છે, જોકે ખેડૂતો માટે આ કમોસમી વરસાદ ચિંતાનું મોટું કારણ બન્યો છે.માર્ચ મહિનામાં જ્યાં ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધવા લાગે છે, ત્યાં ઉત્તર ભારતમાં હવામાનનો મિજાજ એકાએક બદલાઈ ગયો છે.હવામાન વિભાગના અહેવાલો અનુસાર, સક્રિય થયેલા પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) ના કારણે હિમાલયના પહાડી વિસ્તારોમાં જોરદાર હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ રહી છે. ખાસ કરીને ઉત્તરાખંડના પિથોરાગઢમાં પંચાચૂલી, હંસલિંગ, નંદા દેવી અને ઓમ પર્વત પર બરફની સફેદ ચાદર છવાઈ જતાં આ પર્વતો ચાંદીની જેમ ચમકવા લાગ્યા છે.બીજી તરફ, દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ જેવા મેદાની રાજ્યોમાં તેજ પવનો સાથે વરસાદ પડ્યો છે.દિલ્હીમાં તો માર્ચ મહિનામાં વરસાદે છેલ્લા ૩ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેના કારણે મહત્તમ તાપમાન ગગડીને ૨૬.૮ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે.આ અચાનક આવેલા હવામાનના બદલાવથી સામાન્ય લોકોને ગરમીથી તો રાહત મળી છે, પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે પાકને નુકસાન થવાની પૂરી સંભાવના છે.ખાસ કરીને તેજ પવનો અને વરસાદથી તૈયાર ઊભેલા ઘઉંના પાક, લસણ, અને રાજસ્થાનના જેસલમેર જેવા વિસ્તારોમાં ઈસબગુલ તેમજ જીરાના પાકને ભારે નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

પશ્ચિમી વિક્ષેપ ઉત્તર ભારતમાં કમોસમી હિમવર્ષા અને વરસાદ લાવે છે | Achira News