Achira News Logo
Achira News

પશ્ચિમી વિક્ષેપ કાશ્મીર સહિત ઉત્તરીય રાજ્યોમાં શીત લહેર લાવશે

Akila News
પશ્ચિમી વિક્ષેપ કાશ્મીર સહિત ઉત્તરીય રાજ્યોમાં શીત લહેર લાવશે
Full News
Share:

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર :.. નજીક નજીકના બે વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ પૈકી એક પસાર થઇ ગયા બાદ તેની પાછળનું બીજુ વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ કાશ્‍મિર સહિત ઉતરના કેટલાક રાજયોમાં વરસીને આવતીકાલે આગળ નીકળી જશે. ડબલ્‍યુડીની નીચે સાયકલોનિક હળવી સિસ્‍ટમ સક્રિય રહેતી હોઇ,એ કારણે ઉત્તર ના ઠંડા પવનો રાજસ્‍થાન થઇ ગુજરાત સુધી વહેતા હોય છે તે અટકે છે. બલ્‍કે હાલ અરબ સાગરના પવનો ગુજરાત થઇ ડબલ્‍યુડી તરફ ભળી રહ્યા છે. અરબ સાગરના પવનો ભેજવાળા હોઇ,રાજયમાં ઠંડી ઘટે છે પણ સવારના ભાગે આછા વાદળોનું આવરણ તો કયાંક સવારે ધુમ્‍મસ જોવા મળી રહ્યા છે. સ્‍કાયમેટના વીપી મહેશ પલાવત જણાવે છે કે ગુજરાતમાં હજુ આજે પણ ઠંડી ઘટેલી રહેશે. પણ ડબલ્‍યુડીના પસાર થવા બાદ, પવનોની દિશા બદલાયે તાપમાન ફરી નીચા જશે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

પશ્ચિમી વિક્ષેપ કાશ્મીર સહિત ઉત્તરીય રાજ્યોમાં શીત લહેર લાવશે | Achira News