વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ભાવનગર શહેરમાં સવારે હવામાં ભેજનું પ્રમાણ વધતા બપોરના સમયે બફારો વર્તાયો હતો. ભાવનગર શહેરમાં આજે સવારે લઘુત્તમ ઉષ્ણતામાન 19.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ જ્યારે હવામાં ભેજનું પ્રમાણ વધીને 82 ટકા થઇ ગયુ હતુ. સવારે પવનની ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 30.1 ડિગ્રી હતુ તે આજે નજીવું ઘટીને 29.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ. જ્યારે 24 કલાક અગાઉ શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 20.3 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 1.1 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 19.2 ડિગ્રી નોંધાયુ હતુ. શહેરમાં આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 69 ટકા હતુ તે આજે વધીને 82 ટકા થઇ જતા આખો દિવસ બફારો રહ્યો હતો. ભાવનગર શહેરમાં સવારે પવનની ઝડપ પણ ઘટીને 6 કિલોમીટર થઇ ગઇ હતી. જે ગઇ કાલે સવારે 12 કિલોમીટર નોંધાઇ હતી. આજે સાંજે પણ ભેજનું પ્રમાણ 64 ટકા રહ્યું હતુ. 7 ફેબ્રુઆરી સુધીમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યાં છે, જેથી ઠંડી નહીં પડે. જ્યારે પખવાડિયા બાદ ઠંડીની તીવ્રતા ઘટશે. ગત જાન્યુઆરી મહિનામાં ઠંડી પડયા બાદ હવે ફેબ્રુઆરી માસમાં રાત્રે તાપમાન વધતા ઠંડીમાં રાહતનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને પવનની દીશા બદલાઈ હોય ઠંડી ઘટી ગઈ છે.
પશ્ચિમી વિક્ષેપ ભાવનગર શહેરમાં ભેજની સ્થિતિ અને હળવો વરસાદ લાવે છે
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.