ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની વરસાદની આગાહી વચ્ચે રાજ્યના ઘણા વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે હવામાન વિભાગ દ્વારા હજુ પણ 24 કલાક માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે . હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાતમાં યેલો અલર્ટ સાથે વીજળીના કડાકા અને વરસાદ થશે. જેમાં વડોદરા, ભરૂચ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદની આગાહી છે. તો અરવલ્લી, દાહોદ મહીસાગર અને પંચમહાલને યેલો એલર્ટ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી છે. અમદાવાદમાં 19.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌથી નીચું તાપમાન નલિયામાં 12.5 ડિગ્રી નોંધાયું છે.
પશ્ચિમી વિક્ષેપને કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.