રાજ્યમાં ગરમી વચ્ચે આજે પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી 24 કલાકમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી આગામી 24 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, દીવ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક બાદ ત્રણથી પાંચ ડિગ્રી તાપમાન વધશે. ફરી ગરમીમાં વધારો થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ૫૦ થી ૭૦ કિમીની ઝડપે ફૂંકાયેલા પવને રાજ્યમાં ધૂળની ડમરીઓ અને વરસાદી માહોલ ઊભો કર્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાનમાં સજાયેલી હવામાનની સિસ્ટમની સીધી અસર ગુજરાત પર જોવા મળી રહી છે. બુધવાર રાત્રી દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં સામાન્ય વરસાદી માહોલ અને તેજ પવન ફુંકાવી હતો.આ પણ વાંચોઃ Gujarat Weather News : ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે આયોજિત કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) ગુજરાતના વાર્ષિક અધિવેશન અને 'ગુજરાત @$૧ ટ્રિલિયન ઇકોનોમી' વિષયક પરિષદમાં સંબોધન કરતા સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કંડારેલા વિકાસ પથ પર ચાલીને ગુજરાત ૨૦૩૦ સુધીમાં ૧ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા સજ્જ છે. આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે રાજ્ય સરકાર ઉદ્યોગકારોની સાથે રહીને તમામ જરૂરી સપોર્ટ પૂરો પાડવા માટે વચનબદ્ધ છે. પરંતુ વડાપ્રધાને સમગ્ર ગુજરાતના સર્વગ્રાહી વિકાસનો વિચાર કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી અને વીજળી જેવી માળખાકીય જરૂરિયાતો મજબૂત કરી. ૨૦૦૩થી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પરિણામે આજે ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટેનું સર્વોત્તમ ડેસ્ટિનેશન બન્યું છે,તેમ જણાવ્યું હતું, માઈક્રોન ટેકનોલોજીના ઉદાહરણ સાથે મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ પરના અખૂટ વિશ્વાસને કારણે જ આજે ભારત અને ખાસ કરીને ગુજરાતમાં સેમિકન્ડક્ટર જેવી અત્યાધુનિક ઇન્ડસ્ટ્રીઝ આવી છે. જે કામ દાયકાઓ સુધી અશક્ય લાગતું હતું, તે આજે ગુજરાતની ધરતી પર સાકાર થઈ રહ્યું છે. મુખ્યમંત્રીએ ગુજરાતની આર્થિક ક્ષમતા દર્શાવતા ગર્વ સાથે જણાવ્યું હતું કે,દેશની માત્ર ૫% વસ્તી હોવા છતાં જીડીપીમાં ગુજરાતનો હિસ્સો ૮% છે, જેને આપણે ૧૦% થી ઉપર લઈ જવો છે. મેન્યુફેક્ચરિંગ: દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાત ૧૭% હિસ્સો ધરાવે છે. નિકાસ (Export): દેશના કુલ એક્સપોર્ટમાં ગુજરાતનો હિસ્સો ૩૩% જેટલો માતબર છે. MSME: ૨૦૦૧-૦૨માં જે એમએસએમઈની સંખ્યા ૧.૮૫ લાખ હતી, તે આજે વધીને ૨૭.૯ લાખ થઈ છે. લોજિસ્ટિક્સ: દેશના કુલ કાર્ગો હેન્ડલિંગનો ૪૦% હિસ્સો એકલું ગુજરાત સંભાળે છે. સેક્ટર વાઈઝ હિસ્સો: કેમિકલ ઉદ્યોગમાં ૩૩%, ફાર્મા એક્સપોર્ટમાં ૧૯.૨% અને ડાયમંડ એક્સપોર્ટમાં ૮૦% હિસ્સો ગુજરાતનો છે તેમ જણાવ્યું હતું. ઉદ્યોગકારોને દરેક તબક્કે સપષ્ટતા મળે તે માટે સ્પષ્ટ નીતિઓ બનાવવામાં આવી છે અને સમયની માંગ મુજબ તેમાં જરૂરી બદલાવ પણ લાવવામાં આવે છે. તેમણે કહ્યું કે, ગુજરાતે ૨૦૪૭ સુધીના 'વિકસિત ભારત' માટેનો રોડમેપ તૈયાર કરી લીધો છે અને તેને જમીન પર ઉતારવાનું કાર્ય પણ શરૂ કરી દીધું છે. ઔદ્યોગિક શક્તિમાંથી વૈશ્વિક આર્થિક કેન્દ્ર બનવા તરફ ગુજરાતના દ્રઢ સંકલ્પના આ કાર્યક્રમમાં CII વેસ્ટર્ન રીઝનના ચેરમેન ઋષિકુમાર બાગલા, CII ગુજરાતના ચેરમેન પ્રેમરાજ કશ્યપ, વાઈસ ચેરમેન અચલ બકેરી, માઈક્રોન ટેકનોલોજીના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ ગુરુશરણ સિંહ, CIIના અધિકારીઓ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના વાસણામાં 3 વિધર્મી યુવકે હિન્દુ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી, ખોટુ આધારકાર્ડ બનાવી દુષ્કર્મ કરવાનો હતો પ્લાન સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર 01 - Ahmedabad News : અમદાવાદના વાસણામાં 3 વિધર્મી યુવકે હિન્દુ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી, ખોટુ આધારકાર્ડ બનાવી દુષ્કર્મ કરવાનો હતો પ્લાન 02 - Surendranagar News : કચ્છના નાના રણમાં કમોસમી વરસાદથી અગરિયાઓને મોટું નુકસાન, સોલાર પેનલો તૂટીને ઢળી પડી 03 - Weather News : વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, ACની ઠંડી હવા વચ્ચે હવે છત્રી પણ જોડે રાખવી પડે તો નવાઈ નહી 04 - Amreli News : કમોસમી વરસાદથી કેરીનો સ્વાદ છીનવાયો, કેરીના બગીચામાં વરસાદથી મોટું નુકસાન થતા ખેડૂતોની આખમાં પાણી આવ્યા 05 - Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MOU સંપન્ન 06 - Iran ને વધુ એક ફટકો, ઇઝરાયલના ભીષણ હુમલામાં IRGC પ્રવક્તા મોહમ્મદ નૈનીનું મોત! 07 - Asim Munirના આક્રમક વલણ બાદ ISIમાં મોટા ફેરફારની શક્યતા, Pakistanનો આંતરિક વિવાદ ચર્ચામાં 08 - Sports News : શશિ થરૂરે સંજુ સેમસન અંગે કર્યો મોટો ખુલાસો 09 - RSS On War: ફક્ત ભારત જ યુદ્ધનો અંત લાવી શકે છે, ઇરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે મોહન ભાગવતનું મોટું નિવેદન 10 - Shilpa Shettyને 12.5 કરોડના કેસમાં મોટી રાહત, પરંતુ અભિનેત્રીઓ મુશ્કેલીઓ હજુ ટળી નથી, જાણો શું છે આખો વિવાદ
પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતમાં વરસાદ અને ગરમીની ચેતવણી જારી
Sandesh•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.