પશ્ચિમ ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર રાજ્યના વાતાવારણમાં પલટો આવ્યો છે જેની તીવ્ર અસર ગાંધીનગરમાં પણ જોવા મળી છે. ગુરુવારે વહેલી પરોઢે 4 વાગ્યાથી 50થી 60 કિલોમીટરની ઝડપે પવન સાથે ફુંકાયેલા વાવાઝોડાએ સમગ્ર શહેરને ઘમરોળી નાખ્યું હતું. બે કલાક સુધી ચાલેલી આ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર પાકિસ્તાન ઉપર 3.1 કિમી ઊંચાઈએ આવેલા ઉપરના હવાના સાઇકલોનિક સર્કુલેશન સાથે જોડાયેલ પશ્ચિમ ડિસ્ટર્બન્સ અને પશ્ચિમ રાજસ્થાન ઉપર રહેલા નીચલા સ્તરના સર્ક્યુલેશનને કારણે રાતોરાત ભેજ અને અસ્થિરતા ઉદભવી છે. માર્ચ મહિનાની આ સામાન્ય સ્થિતિએ સ્થિર ગરમ હવાને ઝડપથી સંવહન પ્રવૃત્તિમાં ફેરવી દીધી, જેના પરિણામે ગાંધીનગર, અમદાવાદ અને કલોલ વિસ્તારોમાં વહેલી સવારે પવન અને ગાજવીજની સ્થિતિ સર્જાઇ હતી. હવામાન ખાતા દ્વારા અગાઉથી જ 18થી 20 માર્ચ દરમિયાન હવામાનમાં ફેરફારની આગાહી કરવામાં આવી હતી. ભારે પવનથી અનેક સ્થળોએ ઝાડ પડી જવાના કિસ્સા બન્યા હતા. વહેલી પરોઢે જ લોકો સુઇ રહ્યા હતા ત્યારે તીવ્ર ઝડપે પવન ફુંકાયો હતો અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારબાદ સાંજના સમયે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો હતો. ભારે પવન અને કમોસમી વરસાદને કારણે ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થઇ ગયા છે. તાપમાન 2.6 ડિગ્રી ગગડી ગયુંએકતરફ શરૂઆતમાં જ ઉનાળો આકરો મિજાજ બતાવી રહ્યો હતો અને તાપમાન 40 ડિગ્રી ઉપર પહોંચી ગયું હતું ત્યારે ધીમે ધીમે ગરમી વધવાના અણસાર હતા તેવામાં જ હવામાનમાં પલટો આવતા છેલ્લા 24 કલાકમાં જ લઘુતમ તાપમાન 2.6 ડિગ્રી જેટું ઘટીને 20 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 1.2 ડિગ્રી ઘટીને 34.6 ડિગ્રીએ રહ્યું હતું. વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયોવહેલી સવારે ભારે પવન ફૂંકાતા શહેરના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઇ ગયો હતો. સરગાસણ ટીપી-9 સહિતના અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઇ ગઇ હતી. જોકે વાવાઝોડાની સ્થિતિ સામાન્ય થયા બાદ ફરી વીજ પૂરવઠો પૂર્વવત થઇ ગયો હતો.
પશ્ચિમી વિક્ષેપના કારણે ગાંધીનગરમાં હવામાનની ગંભીર સ્થિતિ સર્જાઈ
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.