પેરિસ, તા.૦૫: વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓ માટે રહેવા અને ખાવા-પીવાનો ખર્ચ હંમેશા એક મોટી ચિંતાનો વિષય હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે ફ્રાન્સ સરકારે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. ફ્રાન્સની યુનિવર્સિટીઓમાં હવે તમામ વિદ્યાર્થીઓને માત્ર ૧ યુરો (આશરે ૯૦-૯૫ રૂપિયા) માં ભરપેટ ભોજન આપવામાં આવશે. અગાઉ આ સુવિધા માત્ર ઓછી આવક ધરાવતા વિદ્યાર્થીઓ માટે જ હતી, પરંતુ હવે દરેક વિદ્યાર્થી તેનો લાભ લઈ શકશે.કેમ લેવો પડ્યો આ નિર્ણય?તાજેતરમાં થયેલા એક સર્વેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે ફ્રાન્સમાં લગભગ ૪૮ ટકા વિદ્યાર્થીઓ આર્થિક તંગીને કારણે ભોજન છોડી દે છે અથવા ઓછું જમે છે. ૨૩ ટકા વિદ્યાર્થીઓ તો મહિનામાં ઘણીવાર ભૂખ્યા પેટે સુઈ જાય છે. આ ગંભીર સ્થિતિને જોતા વિદ્યાર્થી સંગઠનોએ લાંબા સમયથી સસ્તા ભોજનની માંગ કરી હતી, જેનો સરકારે સ્વીકાર કર્યો છે.ભોજનમાં શું મળશે?આ ૧ યુરોની યોજના હેઠળ વિદ્યાર્થીઓને 'થ્રી-કોર્સ મીલ' આપવામાં આવશે. જેમાં સ્ટાર્ટર, મેઈન કોર્સ અને ડેઝર્ટ (મીઠાઈ) નો સમાવેશ થાય છે. સામાન્ય રીતે આ ભોજનની કિંમત ૩.૩૦ યુરો હોય છે, પરંતુ હવે તે અડધાથી પણ ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. પેરિસમાં ભણતા ૧૮ વર્ષના વિદ્યાર્થી એલેક્ઝાન્ડ્રે જણાવ્યું કે, "હું મહિનામાં ૨૦ વાર કેન્ટીનમાં જમું છું, અત્યાર સુધી મારે ૬૦ યુરો ખર્ચવા પડતા હતા, હવે મારો ખર્ચ માત્ર ૨૦ યુરો થઈ જશે. આ બચત મને અન્ય ખર્ચમાં મદદરૂપ થશે."સરકારનું ૧૨૦ મિલિયન યુરોનું બજેટફ્રાન્સના ઉચ્ચ શિક્ષણ મંત્રી ફિલિપ બેટિસ્ટે આ યોજનાને 'નાની આંતરિક ક્રાંતિ' ગણાવી છે. તેમણે ખાતરી આપી છે કે ૨૦૨૭ સુધીમાં આ યોજના માટે સરકાર ૧૨૦ મિલિયન યુરો નું રોકાણ કરશે. સરકારે એ વાતનો પણ ખાસ ખ્યાલ રાખ્યો છે કે ભોજનની કિંમત ઘટવાથી તેની ગુણવત્તામાં કોઈ ઘટાડો ન થાય અને કેન્ટીન સ્ટાફ પર કામનું ભારણ પણ મર્યાદિત રહે.વર્ષ ૨૦૨૪માં લગભગ ૬.૬૭ લાખ વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો હતો, પરંતુ હવે તે તમામ માટે ખુલ્લી મુકાતા આ સંખ્યામાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે.
ફ્રાન્સ સરકારે યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ માટે'ક્રાંતિકારી "ભોજન યોજના શરૂ કરી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.