મથુરા, તા.૨૧: મથુરામાં ફરસાવાલે બાબા તરીકે વિખ્યાત સંત ચંદ્રશેખરના કરુણ અને શંકાસ્પદ મળત્યુએ સમગ્ર ઉત્તર પ્રદેશમાં ભડકો કર્યો છે. ઘટનાની વિગત મુજબ, વહેલી સવારે ગૌતસ્કોર ગાયો ભરીને જઈ રહ્યા હોવાની બાતમી મળતા બાબા ચંદ્રશેખર અને તેમના સાથીઓએ પીછો કર્યો હતો. આરોપ છે કે ગૌતસ્કરોએ પકડાઈ જવાના ડરથી બાબાની બાઇકને જોરદાર ટક્કર મારી તેમને કચડી નાખ્યા હતા. આ ઘટના અકસ્માત નહીં પણ સુનિયોજિત હત્યા હોવાનો દાવો કરીને હજારો ગૌરક્ષકો અને સ્થાનિકોએ દિલ્હી-આગ્રા હાઈવે જામ કરી દીધો હતો, જેના કારણે કિમી સુધી વાહનોની કતારો લાગી ગઈ હતી. પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. બાબા ચંદ્રશેખર આ વિસ્તારમાં ગૌસેવા માટે અત્યંત આદરણીય હતા, જેના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રશાસને સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દીધો છે અને સ્થિતિને કાબૂમાં લેવા માટે આરએએફની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. લોકોની માંગ છે કે જ્યાં સુધી તમામ હત્યારાઓનું એન્કાઉન્ટર ન થાય ત્યાં સુધી તેઓ આંદોલન સમેતશે નહીં. આ હિંસક વિરોધ પ્રદર્શન બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતે આ મામલામાં દખલ કરી છે. તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી સ્પષ્ટ આદેશ આપ્યા છે કે ગૌતસ્કોરો સામે એવી કાર્યવાહી કરવામાં આવે જે દાખલારૂપ બને. અત્યાર સુધીમાં એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ત્રણ મુખ્ય આરોપીઓ હજુ પણ ફરાર છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે દરોડા પાડવાનું શરૂ કર્યું છે, પરંતુ બાબાના સમર્થકોનો ગુસ્સો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.
ફરસાવલે બાબાના મૃત્યુએ મથુરામાં વિરોધ અને હિંસાને વેગ આપ્યો
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.