Achira News Logo
Achira News

બચાવ પ્રયાસોએ ઝાંઝરિયા ગામમાં છ મહિનાના સિંહના બચ્ચાને કૂવામાંથી બચાવ્યો

Akila News
બચાવ પ્રયાસોએ ઝાંઝરિયા ગામમાં છ મહિનાના સિંહના બચ્ચાને કૂવામાંથી બચાવ્યો
Full News
Share:

(નવીન જોષી દ્વારા) ઉના,તા.૨: ઝાંઝરિયા ગામ ની સીમ માં વાડી માં ખુલ્લા કુવામાં છ માસનું સિંહ બાળ પડી જતા વન વિભાગે જાનના જોખમે સિંહબાળને બહાર કાઢીને બચાવી લીધુ હતું. ઝાંઝરિયા ગામ ની સીમ માં ખેડૂત રવિસિંહ નારણભાઇ વાળા ની વાડી આવેલ છે વાડી માં ૪૫ થી ૫૦ ફૂટ ઊૅડો ખુલ્લો કૂવો છે જેમ પાણી ખુબ છે. તેમાં રાત્રિ ના કોઈ સમયે એક બાળ સિંહ અંદાજિત ૬ મહિના નું અકસ્‍માતે કૂવા માં પડી ગયું હતું સવારે વાડીના માલિકે કૂવા માં જોતા એક સિંહ નું બચ્‍ચું તરતું હતું અને આખું શરીર પાણી માં માત્ર મોઢું દેખાતું હતું. ગીર પૂર્વ વન વિભાગની જસાધાર કચેરીએ જાણ કરતા આર. અર્ફ. ઓ. ભરવાડની રેસ્‍કયુ ટીમના માણસો દોરડા પાંજરું લઈ આવી જઈ મહેનત કરી પાંજરા સાથે પાંજરા ઉપર એક વન કર્મચારી કુવામાં ઉતરી સિંહબાળને સલામત રીતે હાથ થી પકડી પાંજરા માં મૂકી બહાર કાઢી અને સારવાર આપવા જશાધાર એનિમલ કેર સેન્‍ટર લઈ જવાયું છે. અને માતાથી વિખૂટું પડી ગયેલ સિંહ બાળને માતા સાથે મિલન કરાવ વા કુવા પાસે પાંજરુ રાખી દીધું છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

બચાવ પ્રયાસોએ ઝાંઝરિયા ગામમાં છ મહિનાના સિંહના બચ્ચાને કૂવામાંથી બચાવ્યો | Achira News