Achira News Logo
Achira News

બજારની અસ્થિરતા વચ્ચે સરકારી બજેટમાં સ્થિરતાની માંગ

Akila News
બજારની અસ્થિરતા વચ્ચે સરકારી બજેટમાં સ્થિરતાની માંગ
Full News
Share:

સોનુ-ચાંદી આસમાનથી ધરતી તરફ ઝડપભેર પરત આવી રહ્યા છે. શેર બજાર પણ ડચકા ખાવા લાગ્‍યું છે. રોકાણકારોના હૈયા થરથરી જાય તે રીતે સોના ચાંદીની કિંમતો ગગડી હતી. રોકાણકારોનો મદાર બજેટ પર હતો, પણ બજેટ બાદ શેર બજારની હવા નીકળી ગઇ હતી. રોકાણકારોની દશા મોકાણકારો જેવી બની ગઇ છે. બજેટની સમીક્ષા કરતા જણાય છે કે સરકારનું મુખ્‍ય લક્ષ્ય આર્થિક સ્‍થિરતા અને લાંબાગાળાનો વિકાસ છે. આ બજેટમાં મધ્‍યમ વર્ગ અને ગ્રામીણ અર્થતંત્ર વચ્‍ચે સંતુલન જાળવવાના પ્રયાસ કરવામાં આવ્‍યો છે. સરકારે માળખાગત સુવિધાઓ જેવી કે રેલવે, હાઈવે અને પોર્ટ્‍સ માટે જંગી ફાળવણી ચાલુ રાખી છે. આનાથી રોજગારીની નવી તકો ઊભી થવાની આશા છે. વિકાસ સડસડાટ જાય તેમ છે,પણ રોકાણકારોમાં ફફડાટ નિヘતિરૂપે છે. કરવેરાની વાત કરીએ તો, વ્‍યક્‍તિગત આવકવેરામાં અમુક રાહતો આપીને વપરાશ વધારવાનો પ્રયત્‍ન થયો છે. જોકે, મોંઘવારી સામે ઝઝૂમતા સામાન્‍ય માણસ માટે આ રાહતો કેટલી અસરકારક રહેશે તે જોવું રહ્યું. બીજી તરફ, સ્‍ટાર્ટઅપ્‍સ અન ‘‘એમએસએમઇ'' ક્ષેત્ર માટે પ્રોત્‍સાહક યોજનાઓ જાહેર કરવામાં આવી છે. આ પગલું દેશના ઉદ્યોગ સાહસિકોને મજબૂત બનાવશે. ખેતી ક્ષેત્રે ટેકનોલોજી અને ડિજિટલ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પર ભાર મુકાયો છે. કુદરતી ખેતી અને સંગ્રહ શક્‍તિ વધારવા માટેની જોગવાઈઓ પ્રશંસનીય છે. પરંતુ, ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક સુધી પહોંચવા માટે હજુ વધુ નક્કર અમલીકરણની જરૂર જણાય છે. શિક્ષણ અને આરોગ્‍ય ક્ષેત્રે પણ ફાળવણીમાં વધારો થયો છે, જે માનવ સંસાધન વિકાસ માટે જરૂરી છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

બજારની અસ્થિરતા વચ્ચે સરકારી બજેટમાં સ્થિરતાની માંગ | Achira News