બોટાદ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આજે CET એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા યોજાઈ હતી. બોટાદ જિલ્લામાં ગઢડા, બોટાદ, બરવાળા અને રાણપુર તાલુકામાં કુલ 46 પરીક્ષા કેન્દ્રો પર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. 31 જાન્યુઆરી 26ના યોજાયેલ CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા અંગે બોટાદ જિલ્લા શિક્ષણાધિકારી ભરતસિંહ વાઢેર સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, સરકારી તેમજ તમામ શાળાઓના બાળકો સલામત રીતે પરીક્ષા કેન્દ્ર પર જાય અને પરીક્ષા આપી પરત ઘરે પહોંચે તે માટે જિલ્લાશિક્ષણા ધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા તેમજ સી.આર.સી., બી.આર.સી., ટી.પી.ઓ.ના સાથ સહકારથી સુંદર વ્યવસ્થા કરાઈ હતી. આમ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ હતી તેમ જણાવ્યું હતું. CETની પરીક્ષા ધો-5 ના વિદ્યાર્થીઓએ આપી હતી. આ પરીક્ષામાં સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવતો હોય જેના કારણે વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બોટાદ જિલ્લામાં સીઇટીની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી.
બોટાદ જિલ્લાએ શાંતિપૂર્ણ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) પરીક્ષાનું આયોજન કર્યું
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.