પોરબંદરના સુભાષનગર સ્થિત હોલ ખાતે પોરબંદર સમસ્ત ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળની અધ્યક્ષતામાં પોરબંદર માછીમાર બોટ એસોસિએશનની એક અગત્યની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખારવા સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં માછીમારો ઉપસ્થિત રહ્યા હતા. અસ્માવતીઘાટ પાસે આ પરિણામે બોટોને પોરબંદર જેટીની સામે ખુલ્લા સમુદ્રમાં એન્કર પોઈન્ટ પર ફરજિયાત ઊભી રાખવી પડે છે. હાઈટાઈડ દરમિયાન એકસાથે બોટો બંદરમાં પ્રવેશ કરતી હોવાથી અંદર ભારે ભરાવો સર્જાય છે, જેના કારણે માછલીઓના વેચાણ ભાવ ઘટે છે. આથી એક બોટ દીઠ વર્ષે અઢીથી ત્રણ લાખ રૂપિયાનું નુકશાન થાય છે. પોરબંદર બંદરમાં અંદાજે 4500 નાની-મોટી બોટો હોવાથી કુલ આર્થિક નુકશાન 60 થી 70 કરોડ રૂપિયાનું થાય છે. આ મુદ્દે અગાઉ અનેક વખત સરકારમાં રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતા માછીમારો દ્વારા ફરી એકજૂટ થઈ બેઠક યોજાઈ હતી. બેઠકમાં અસ્માવતીઘાટ પાસેની મુખ્ય ચેનલમાં રેતી દૂર કરી કાયમી ડ્રેજીંગ કરવામાં આવે તેવી ખારવા સમાજના આગેવાનો દ્વારા ઉગ્ર માંગ કરી છે. બંદરમાં અન્ય અસુવિધાઓબેઠકમાં ડ્રેજિંગ ઉપરાંત બંદરની અંદર લાઈટનો અભાવ, શૌચાલય, ફાયર સેફટી, સફાઈ અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ હોવાનું જણાવ્યું હતું પોરબંદરના માછીમારોને થતું આર્થિક નુકશાન અટકી શકે અને બંદર પર પૂરતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે તેવી માંગ ઉઠી છે.
બંદરના માછીમારોએ કાયમી ડ્રેજિંગ અને બંદર સુવિધાઓમાં સુધારાની માંગ કરી
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.