બનાસકાંઠા જિલ્લાના થરા-રાધનપુર હાઈવે પર એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. દીકરીના લગ્નની તૈયારીઓ અને ખુશીઓથી ગુંજતા પરિવારમાં અચાનક માતમ છવાઈ ગયો છે. પાટણથી લગ્નની ખરીદી કરીને પરત ફરી રહેલા પિતાની રિક્ષાને અકસ્માત નડતા તેમનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને લગ્નનો હરખ શોકમાં ફેરવાઈ ગયો છે. ઘટનાની વિગત મુજબ, થરા-રાધનપુર રોડ પર ઓગડ પાસે આવેલ જીઓ પેટ્રોલ પંપની સામે આ અકસ્માત સર્જાયો હતો. મૃતક વિરમભાઇ ઠાકોર પોતાની રિક્ષામાં પાટણથી ખરીદી કરી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક રસ્તા પર કુતરું આડે આવતા તેને બચાવવા જતાં રિક્ષા પરથી કાબૂ ગુમાવ્યો હતો. રિક્ષા જોરદાર રીતે પલટી ખાઈ જતાં વિરમભાઇને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં થારા-રાધનપુર ધોરીમાર્ગ પર કરૂણ હડતાળ
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.