બનાસકાંઠાના ભાભરના રૂની ગામે પોલીસ એક્શનમાં આવી છે અને ચૌધરી અને રબારી સમાજ વચ્ચે થયેલા ઘર્ષણને લઈ પોલીસ એકશન મોડમાં છે અને SP ચિંતન તરૈયાની આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી અને અનિચ્છનીય બનાવ રોકવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ, વાંધાજનક પોસ્ટ ન કરવા એસપીએ સૂચના આપી છે અને શાંતિ અને ભાઈચારો જાળવવા કડક સૂચના આપવામાં આવી છે. ભાભર તાલુકાના રૂની ગામે જીલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા દ્વારા શાંતિ સલામતી માટે સર્વ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી અને આ બેઠકમાં રૂની ગામના સર્વ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેમજ ગામમાં શાંતિ જળવાઈ રહે તે હેતુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ, તેમજ સોશિયલ મીડિયા થકી કોઈ ખોટો પ્રચાર ના ફેલાય કોઈ પણ જ્ઞાતિ કે ધર્મ વિરોધ વાંધાજનક પોસ્ટ ન કરવા જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા દ્વારા સૂચના આપવામાં આવી છે. ઓગડના ઉણ ગામમાં થયેલ બબાલમાં પોલીસે કરી મોટી કાર્યવાહી અને પોલીસે ફરિયાદ નોંધી છે, પોલીસે અલગ અલગ ટીમો બનાવી હુમલો કરનાર ટોળામાં સંડોવાયેલા લોકોને ઝડપી પાડવા તજવીજ હાથધરી છે, પોલીસે કરી સ્થાનિક આગવેનો સાથે બેઠક અને સર્વે સમાજના આગેવાનો બેઠકમાં રહ્યા હાજર જેમાં શાંતિ જાળવવા પોલીસે કરી સ્થાનિકોને અપીલ અને હુમલો કરનાર સામે કડક કાર્યવાહીની સ્થાનિકોની માગ છે, ઉણ ગામમાં હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. ઘટનાની જાણ થતા જિલ્લા ડીવાયએસપી સહિત પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઉણ ગામે દોડી આવ્યો હતો. સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના બે સેલ છોડયા હતા અને લાઠીચાર્જ કરીને બેકાબૂ બનેલા ટોળાને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા તેમજ તાલુકા ભરની પોલીસનો મોટો કાફલો બંદોબસ્ત માટે ઉણ ગામે ઉતારી દેવામાં આવ્યો છે. અચાનક ઊભી થયેલી સ્થિતિ બાદ હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ પણ જાતનો અનિચ્છનિય બનાવ ન બને માટે પરિસ્થિતિ ઉપર નજર રખાઈ રહી છે. આ પણ વાંચો : Amreli News : અમરેલીના લુધીયા ગામમાં 4 ઇંચ વરસાદ પડતા ખેતીને મોટુ નુકસાન, સુડાવડ ગામના ખેતરોમાં નદીની જેમ વહ્યા વરસાદી પાણી અમરેલીના લુધીયા ગામમાં 4 ઇંચ વરસાદ પડતા ખેતીના પાકને નુકસાન થયું છે અને સુડાવડના ખેતરોમાં નદીની જેમ પાણી વહ્યાં હતા, સમઢીયાળામાં કરા સાથે વરસાદથી નુકસાન થયું છે અને કમોસમી વરસાદથી ઘઉં અને ચણાના પાકને નુકસાન થયું છે, ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગ કરી છે. બગસરા તેમજ સાપર સુડાવડ મોટા મુંજયાસર નાના મુંજયાસર તેમજ રફાળામાં પણ વરસાદ પડયો હતો, આમ બગસરા પંથકમાં પવન સાથે 2 ઈંચથી 4 ઈંચ વરસાદ પડયો હતો જેના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું છે, તો બીજી તરફ ઘઉં, ચણા, ધાણાના પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના તૈયાર થયેલા પાક પર કુદરતનો માર પડયો છે. ગુજરાતમાં કમોસમી વરસાદથી 5 લાખ હેકટરથી વધુ પાકમાં નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે, શિયાળુ પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, સૌરાષ્ટ્રમાં ચણા, કેરીના પાકને નુકસાનની ભીતિ છે, દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને નુક્સાનની ભીતિ છે તો ઉ.ગુજરાતમાં જીરુ, ઘઉં, વરિયાળીનો પાકમાં મહત્તમ નુકસાન આવ્યું છે, તલ અને રાયડાના પાકને નુકસાનીનો ડર છે અને મધ્ય ગુજરાતમાં ઘઉં, ચણાના પાકને નુકસાનીનો ડર છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમરેલી, રાજકોટમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે જેમાં બગસરામાં 1.61 ઇંચ, ચોટીલામાં 1.54 ઇંચ વરસાદ નોંધાયો છે, રાજકોટ શહેર અને ભેસાણમાં 1.38 ઇંચ વરસાદ અને અન્ય જિલ્લામાં પણ સામાન્ય વરસાદ નોંધાયો છે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખાની મોટી કામગીરી, વેપારી પાસેથી 2 કરોડ ઉપરના કાપડની ખરીદી કરી રૂપિયા પરત ના કરતા નોંધાયો ગુનો
બનાસકાંઠા રુની ગામમાં સમુદાયો વચ્ચે અથડામણ અટકાવવા પોલીસ કાર્યવાહી કરે છે
Sandesh•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.