નવી દિલ્હી: ભારતીય સિનેમાના ઈતિહાસની સૌથી પ્રતિકારક વોર ડ્રામા ફિલ્મ 'બોર્ડર' ની સિક્વલ 'બોર્ડર ૨' એ આ વર્ષની શરૂઆતમાં જ બોક્સ ઓફિસ પર સુનામી લાવી દીધી હતી. ૨૩ જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મે સિનેમાઘરોમાં અંદાજે ૪૬૪ કરોડ થી વધુની વર્લ્ડવાઈડ કમાણી કરીને સાબિત કરી દીધું કે સની દેઓલનો ક્રેઝ આજે પણ અકબંધ છે. હવે, થિયેટરોમાં સફળતાના ઝંડા ગાડ્યા બાદ આ ફિલ્મ તમારા ઘર સુધી પહોંચવા તૈયાર છે.નેટફ્લિક્સ પર દેશભક્તિનો સંગ્રામગુરુવારે નિર્માતાઓ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે 'બોર્ડર ૨' આવતીકાલે એટલે કે શુક્રવાર, ૨૦ માર્ચ થી પ્રખ્યાત OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ (Netflix) પર સ્ટ્રીમ કરવામાં આવશે. જે લોકોએ મોટા પડદા પર આ ફિલ્મ જોવાનું ચૂક્યું છે અથવા તો ફરી એકવાર તે જોમ અને જુસ્સો અનુભવવા માંગે છે, તેમના માટે આ શ્રેષ્ઠ તક છે.નવી પેઢીના સ્ટાર્સ અને શાનદાર ડાયરેક્શનઅનુરાગ સિંહના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સની દેઓલની સાથે વરુણ ધવન, અહાન શેટ્ટી અને પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝ પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા અને એક્શન સીક્વન્સે દર્શકોના દિલ જીતી લીધા છે. 'ગદર ૨' અને 'જાટ' ની અપાર સફળતા બાદ સની દેઓલ માટે આ હેટ્રિક બ્લોકબસ્ટર સાબિત થઈ છે, જેણે ૩૪૧ કરોડનું ચોખ્ખું કલેક્શન ભારતમાં નોંધાવ્યું છે.આવતીકાલથી મનોરંજનનો ડબલ ડોઝમાત્ર ૨૪ કલાકના ટૂંકા સમયમાં તમે નેટફ્લિક્સ પર સની પાજીના પાવરફુલ ડાયલોગ્સ અને શાનદાર યુદ્ધના દ્રશ્યો માણી શકશો. 'ધુરંધર ૨' જેવી ફિલ્મોની રિલીઝ વચ્ચે 'બોર્ડર ૨' ની ડિજિટલ એન્ટ્રીથી વીકએન્ડમાં મનોરંજનનો ડબલ ડોઝ મળવાનો છે. તો પોપકોર્ન તૈયાર રાખજો, કારણ કે દેશભક્તિનો અવાજ હવે તમારા લિવિંગ રૂમમાં ગુંજવાનો છે!
બોર્ડર 2: પેટ્રીયોટિક વોર હવે નેટફ્લિક્સ પર સ્ટ્રીમિંગ
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.