બારમા ધોરણનું પરિણામ શૈક્ષણિક જીવનના તબક્કામાં એક મહત્વનો પડાવ છે. ડોકટર, એન્જિનિયરીંગ, આર્કિટેક્ટ વગેરે બનવાનું વિદ્યાર્થીઓનું સ્વપ્ન આ પરિણામ પર આધાર રાખે છે. જો કે અનેક વિદ્યાર્થીઓને અપેક્ષિત સફળતા ન મળવાથી તેઓ માનસિક તાણમાં આવી જાય છે. એની અસર વિદ્યાર્થીના જીવન પર થાય છે. તેથી આવા વિદ્યાર્થીઓને તાણમાંથી બહાર કાઢવા રાજ્ય મંડળે સ્વતંત્ર કાઉન્સેલિંગ સેવા શરૂ કરી છે. રાજ્ય મંડળે શનિવારે બપોરે 1 વાગ્યે ઓનલાઈન પદ્ધતિથી બારમા ધોરણના પરિણામ જાહેર કર્યા. આ વર્ષે બારમાના પરિણામમાં 2.09 ટકા ઘટાડો થયો છે. તેથી બધા વિષયના પરિણામ પર અસર થઈ છે. પરિણામમાં ઘટાડો થયાની અસર વિદ્યાર્થીઓ પર થવાની શક્યતા હોય છે. તેથી વિદ્યાર્થીઓ અને વાલીઓની દષ્ટિએ મહત્વના બારમાના પરિણામમાં કોઈ વિદ્યાર્થીને અપેક્ષિત માર્ક્સ ન મળે, વિદ્યાર્થી નાપાસ થાય, કોઈ વિષયમાં ઓછા માર્ક્સ મળે જેવી બાબત બને છે. તેથી અનેક વિદ્યાર્થીને મનપસંદ ક્ષેત્રમાં પ્રવેશ મળતો નથી અથવા વાલીના ડરથી તાણ હેઠળ આવે છે. તાણમાં આવવાથી વિદ્યાર્થીઓ ખોટું પગલું ભરે છે. ઘણી વખત આત્મહત્યા જેવું પણ પગલું ભરી નાખે છે. તેથી વિદ્યાર્થીઓ આવા ખોટા પગલાં ન ભરે એ માટે રાજ્ય મંડળ તરફથી દર વર્ષે વિદ્યાર્થીઓ અને વાલીઓના કાઉન્સેલિંગ માટે કાઉન્સેલરોની નિયુક્તી કરવામાં આવે છે. પરિણામના તાણમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢવા અને માર્ગદર્શન આપવા રાજ્ય મંડળે 10 કાઉન્સેલરોની નિયુક્તી કરી છે. આ કાઉન્સેલરો બારમા ધોરણનું પરિણામ જાહેર થયું ત્યારથી સતત આઠ દિવસ વિદ્યાર્થીઓ અને વાલીઓનું કાઉન્સેલિંગ કરીને તેમને તાણમાંથી બહાર નીકળવામાં મદદ કરશે. આ કાઉન્સેલિંગ દરરોજ સવારે 8 થી સાંજે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. તેથી વિદ્યાર્થીઓએ તેમનો સંપર્ક આ સમયમાં સાધવો. આ સેવા સંપૂર્ણપણે નિશુલ્ક છે.
બારમા ધોરણના પરિણામોમાં ઘટાડા વચ્ચે ભારતીય રાજ્ય બોર્ડે પરામર્શ સેવા શરૂ કરી
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.