વોર્વિકશર તા.૨: ઇંગ્લેન્ડના વોર્વિકશરમાં લીશા બોન્ડ એક બેરિસ્ટર છે. પચાસ વર્ષની ઉંમર સુધી તેઓ માત્ર એક એડ્વોકેટ તરીકે જ ઓળખાતાં હતાં. જોકે રોજબરોજના એકધારા કામથી કંટાળીને તેમણે પોતાના જીવનમાં કંઈક નવું કરવા માટે પેશનને ફોલો કરવાનું નક્કી કર્યું. પચાસ વર્ષની ઉંમરે બહેનો કુકિગ, રીડિગ, ટ્રાવેલિગ કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવા જેવો શોખ પૂરો કરે; પણ લીશાબહેને પોતાનો પોલ-ડાન્સિંગનો શોખ શરૂ કર્યો. લીશાને જન્મથી જ ટાઇપ-વન ટાઇપનો ડાયાબિટીઝ પણ છે એટલે તેણે હેલ્ધી જીવનશૈલી જાળવવી બહુ જરૂરી છે. તેણે એક દીકરાની મા, કોર્ટમાં દલીલો કરતી વકીલની છબિને બાજુએ મૂકીને ગ્લેમરસ પોલ-ડાન્સર બનવાનું નક્કી કર્યું. શીખવાની શરૂઆત કરતાં જ તેને ફિઝિકલ હેલ્થમાં જબરો ફાયદો દેખાયો. પહેલાં ઑનલાઇન એકલા-એકલા શીખતાં લીશાબહેન પછી તો ક્લાસમાં જવા લાગ્યાં અને એ પછી તો તેમણે ક્લબમાં પોલ-ડાન્સિંગ કરવાનું શરૂ કરી દીધું. હવે બાવન વર્ષની વયે લીશાબહેન સાંજે પાંચ વાગ્યા સુધી વકીલનું કામ કરે છે અને પછી સાંજની દુનિયા પોલ-ડાન્સિંગમાં વ્યસ્ત થઈ જાય છે
બેરિસ્ટરથી પોલ-ડાન્સર સુધીઃ લીશા બોન્ડની સ્વ-શોધની સફર
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.